સિક્કા :સિમેન્ટ-રેતીની ના પાડતા નગરપાલિકાના ઈજનેર સાથે આ શખ્સે કર્યું આવું વર્તન

0
719

જામનગર : સિક્કા નગરપાલિકાના રોડના કામ દરમિયાન એક શખ્સે ઇજનેરની ફરજમાં રૂકાવટ કરી વાણીવિલાસ આચરી ધાક ધમકી આપ્યાની પોલીસ દફ્તરમાં ફરિયાદ નોંધાઇ છે.

જામનગર તાલુકાનાં સિક્કા ગામે રહેતા હેમંતસિંહ અમરસિંહ જેઠવા નામના શખ્સે સ્થાનિક નગરપાલિકાના ઇજનેર મોહિતભાઈ રમેશભાઈ મકવાણાની ફરજમાં રૂકાવટ કરી મારવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ દફ્તરમાં નોંધાઈ છે. જેમાં હાઉસિંગ બોર્ડ પાછળ નજીક સ્મશાન નજીક રોડનું કામ ચાલે છે ત્યાં રહેતા આરોપીએ કોન્ટ્રાક્ટર માતંગ એન્જીનિયરીંગ વાળા વિજયભાઈ પાસેથી રેતી સિમેન્ટની માંગણી કરી હતી. જેને લઈને આરોપીને ના પાડતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૧૮૬,૩૫૩,૩૮૭,૫૦૪,૫૦૬ મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here