જામનગર : ધ્રોલના દિવ્યરાજસિંહની હત્યા બાદ પણ તેના મિત્રોને હેરાનગતી કરાતી હોવાનો બનાવ સામે આવ્યો છે. દિવ્યરાજના મિત્રએ ખાલી દીવ્યારાજના ફોટા અને વિડીઓ મુકતા મુખ્ય આરોપીના સાળા સહિતના સખ્સોએ આ વારદાતને અંજામ આપ્યો હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાઈ છે.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ગત માર્ચ મહિનામાં દિવ્યરાજસિહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજા નામના યુવાનની ફાયરીંગ કરી કરપીણ હત્યા કરવામાં આવી હતી. દિવ્યરાજના પરિવાર અને મિત્રોમાં છ માસ બાદ પણ શોક યથાવત છે. યુવાનની હત્યા બાદ પણ આ પ્રકરણના આરોપીઓના સગાસબંધીઓને હેરાન કરાતા હોવાની વિગતો સામે આવી છે. ગઈ કાલે બપોરે ત્રણેક વાગ્યે જ્યાં દિવ્યરાજની હત્યા થઇ તે જગ્યા ત્રીકોણ બાગ પાસે આવેલ ધર્મરાજ ભેળ હાઉસ પાસે દીવ્યરાજસિંહ કીરીટસિંહ સરવૈયા રહે.ગોકુલ પાર્ક-૧ સોસાયટી જામનગર રાજકોટ હાઇવે ધ્રોલ વાળા યુવાન પર ભાવીનસિંહ દશરથસિંહ જાડેજા, ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહની હત્યાના મુખ્ય આરોપી ઓમદેવસિંહના સાળા હરપાલસિંહ ચુડાસમા સહિતનાઓએ ઢીકાપાટૂનો માર મારી મુઢ ઇજાઓ કરી ગાળૉ આપી તેમજ ફોરવ્હીલમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૨૯૪(ખ) ૫૦૬(૨) ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. દિવ્યરાજે તેના મૃતક મિત્ર દિવ્યરાજસિંહ જાડેજાના ફોટા વીડીયો વ્હોટસઅપ સ્ટેટસમાં રાખતા આરોપીઓને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.
ત્યારે સવાલ એ થાય છે કે યુવાનની હત્યા બાદ પણ આરોપીઓને પોલીસનો કોઈ ખોફ નથી, આ સખ્સોને કોનો સપોર્ટ છે એ પણ સ્પષ્ટ થવું ખાસ જરૂરી છે.