IPL : બુકીઓની પહેલી પસંદ બની મોબાઈલ એપ, જામનગર ખેલાતા સટ્ટા પર તવાઈ

0
801

જામનગર : જામનગરમાં આઈપીએલની મેચ પર સત્તો લઇ જુગાર રમાડતા બે સખ્સોને સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડ્યા છે. આ બંને શખ્સો મોબાઈલ એપીલીકેસન પર સટ્ટો લેતા પકડી પાડ્યા છે આ ડબ્બામાં સટ્ટો  રમતા પાંચ સખ્સો ફરાર દર્શાવાયા છે. 

જામનગરમાં ભાનુ પેટ્રોલપંપ પાછળ, શ્રીરાજ હાઈટસ, ફલેટ નં ૧૦૨માં અમુક સખ્સો  આઈપીલએલ ટુર્નામેન્ટ પર ડબ્બો ચલાવતા હોવાની  સીટી  એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેંનાં આધારે પોલીસે દરોડો પાડી અનીલ ઉર્ફે છોટીયો પરબતભાઈ ગાગીયા જાતે આહીર ઉવ.૨૮ ધધો ડ્રાઈવીંગ રહે ગોકુલનગર, જકાતનાકા, વિજયનગર, યશ હેર આર્ટની બાજુમાં, જામનગર વાળો તથા  રાજુ કારાભાઈ નંદાણીયા જાતે આહીર ઉવ.૨૬ ધધો નોકરી રહે. નાઘેડી ગામ, નવાપરા, વાલકેશ્વરી સોસાયટી સામે, તા.જી.જામનગર વાળા સખ્સોને આંતરી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓને પકડી પાડી તેના કબજામાંથી રૂપિયા મોબાઇલ નંગ ૪ કી રુ ૩,૫૦૦ તથા રોકડ રૂ. ૧૨,૬૦૦ ટીવી કિે.રૂ. ૧૦,૦૦૦ તથા સેટટોપ બોક્ષ કી રુ ૧,૪૦૦ તથા રાઉટર કી રુ ૧,૦૦૦ સહીત રૂપિયા ૨૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં  જયસુખ મો.ન. ૭૯૯૦૬ ૩૨૯૨૮, મનસુખ મો.ન. ૯૯૨૪૫ ૮૦૩૫૦, પ્રવીણ મો.ન. ૯૭૨૫૮૨૬૬૦૧, ધીરુભાઈ મો ન ૭૦૯૬૬ ૦૪૭૬૫ અને નં ૨૬ મો ન ૯૩૨૮૬ ૮૦૯૬૮  નંબર વાળા સખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે તમામને ફરાર દર્શાવ્યા છે. આ તમામ સખ્સો પોતાના અંગત ફાયદા સારૂ પોતાના કબ્‍જા ભોગવટાના મકાનમા ટીવી પર પ્રસારીત થતો મેચ નીહાળી મોબાઇલમાં ડાઉનલોડ કરેલ કિક્રેટ લાઇન એપ્લીકેશનમાં આવતા ભાવ જોઈ મોબાઈલ ફોન ઉપર ક્રીકેટ મેચ પર રનફેર, હારજીત, સેશન પર જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here