સ્વરૂપવાન પત્નીને છોડી પતિ કિન્નરને કરવા લાગ્યો પ્રેમ, પછી…?

0
927

જામનગર અપડેટ્સ, જામનગર  : સમાજમાં અનૈતિક સબંધથી પણ એક પગલું આગળ વધી સુરતના એક રીક્ષા ચાલક યુવાને સ્વરૂપવાન પત્ની સાથેનો સબંધ છોડી એક કિન્નરને મોહી ગયાનો બનાવ પોલીસ દફતરે પહોચ્યો છે. સ્વરૂપવાન પત્નીની નજર સામે જ પતી ઘરમાં કિન્નર સાથે કરતુત કરવા લાગતા આખરે પત્નીએ પોલીસનો સહકાર માંગ્યો છે.

વાત છે સુરતના સલાબતપુરા વિસ્તારની, અહી રહેતી એક સ્વરૂપવાન પરિણીતાએ પતિ વિરુદ્ધ સ્થાનિક પોલીસ દફ્તરમાં ફરિયાદ નોંધાવી છે. આમ તો સાસુ સસરા સામે તો કોમન આક્ષેપો જ છે જેમાં નાની નાની બાબતે ત્રાસ આપવો અને માર મારવો, પરંતુ તેણીએ પતી સામે કરેલો આક્ષેપ ચોકાવનારો છે. રીક્ષા ચલાવતા પતિએ પત્નીને છોડી કિન્નર સામે સંબંધ બાંડ્યા એ પણ પત્નીની નજર સામે, માત્ર વીસ વર્ષની સ્વરૂપવાન પરિણીતાએ પોલીસ સમક્ષ પોતાની કથની કહી ન્યાય માંગ્યો છે. પોતાના પતી સહિતનાઓએ લગ્નની શરૂઆતમાં સારો વ્યવહાર રહ્યો હતો પરંતુ ત્યારબાદ પતિ-સાસુ-સહિતનાઓ નાની-નાની બાબતે હેરાન કરવા લાગ્યા હતા. બીભત્સ વાણીવિલાસ આમ બની ગયો હતો અને પતી તો મારઝુડ કરવા સુધી પહોચી ગયો હતો. આટલું ઓછું હોય તેમ પતિએ એક દિવસ તો કહી જ દીધુ કે મેં તો માત્ર શોખ ખાતર લગ્ન કર્યા છે તારે ચુપજ રહેવાનું, પતિએ આ તેવર બતાવી એક કિન્નર સાથે સબંધો બનાવી લીધા હતા. આટલું ઓછું હોય તેમ તે કિન્નરને ઘર લઇ આવી સબધો બાંધતો હતો. જેથી હેરાન પરેશાન પત્નીએ પિયરનો આસરો લઇ પતી સહિતનાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here