જામનગર અપડેટ્સ : છેલ્લા કેટલાય વર્ષોથી રૂરલ વિસ્તારમાં દુધના વ્યવસાયને ખાસ ઈંજન મળ્યું છે. જુદી જુદી સરકારી સહાય અને દુધ પેસ્યુંરાઈઝ કરતી કંપનીઓ સાથે મળી હાલ શ્વેત ક્રાંતિને મજબુત બનાવી છે. ગ્રામ્ય સ્તરે આવેલ નાની નાની દુધ મંડળીઓ અને ડેરીઓમાં દૂધ સાથે મિલાવતા થાય છે અને અનેક વખત આ બાબત સામે પણ આવી ચુકી છે. ત્યારે વધુ એક વિવાદિત વિડીઓ વાયરલ થયો છે. જેમાં કોઈ ગામમાં દૂધ મંડળી કે ડેરીએ એકત્ર કરવામાં આવેલ દૂધના કેનમાં હાથ નાખીને એક એક કેનમાંથી હાથથી છાલક મારી ચાખી ચાખીને દૂધની ક્વોલેટી ચકાસતો હોય એમ નજરે પડે છે. વિડીઓ દેવભૂમિ દ્વારકાના કોઈ ગામડાનો હોવાનો દાવો કરવામ આવ્યો છે. હાલ આ વિડીયો એક ગીતના ડબિંગ સાથે વાયરલ થઇ રહ્યો છે. જો ખરેખર દુધની ડેરીએ આવું કરવામાં આવતું હોય તો આં ગંભીર બાબત કહી સકાય.
હાલ સોશિયલ મીડિયામાં એક વિડીઓ તીવ્રતાથી વાયરલ થઈ રહ્યો છે. જેના બેકગ્રાઉન્ડમાં માલધારી ગીતનો અવાજ સંભાળવા મળી રહ્યો છે જયારે વિડીઓમાં એક યુવાન દુધના ભરેલા કેનમાંથી પોતાના હાથે દૂધ પીતો દેખાઈ રહ્યો છે. જાણે એ સખ્શ દૂધની ગુણવતા ચકાસી રહ્યો હોય એમ દાવો કરતો દેખાઈ રહ્યો છે. આ વિડીઓ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કોઈ ગામડાનો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ કયા જીલ્લાનો કે ગામનો આ વિડીઓ છે તેની ખરાઈ થઇ નથી. ત્યારે યુવાનની જે પ્રવૃત્તિ છે તે યોગ્ય છે એમ ચોક્કસથી કહી સકાય. તમારા ઘર સુધી પહોચતું દૂધ આવી રીતે આવે છે એ વિચારીને પણ દરેક નાગરિકને સુગ ચડશે એ ચોક્કસ બાબત છે. ત્યારે આ બાબતની યોગ્ય સ્તરે ખરી કરવી પણ એટલી જ જરૂરી બની છે.