તમે પણ એફ્બીમાં કપલ ચેલેન્જ સ્વીકારી છે ? જો જો સાયબર સેલે આપી છે આવી ચેતવણી

0
1670

જામનગર : હાલ ફેસબુકમાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે. કપલ ફોટોગ્રાફીનો, કપલ વ્યક્તિઓ પોતાનો સિંગલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી ચેલેન્જ સ્વીકારે છે અને બીજા મિત્રોને ચેલેન્જ માટે ઉત્સાહિત કરે છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી શરુ થયેલ આ ટ્રેન્ડનો વ્યાપ વધતો જ જાય છે ત્યારે આ ઘેલછારૂપી ટ્રેન્ડની સામેના પડકારો પણ રહેલા છે જેને લઈને રાજકોટ સાયબર સેલે ચેતવણી આપી છે.

હાલ ફેસબુક પર પતિ-પત્નીના કપલ ફોટો મુકવાની ચેલેન્જ દર્શાવતો એક ટ્રેન્ડ ચાલ્યો છે. મોટા ભાગના કપલસએ આ ચેલેન્જ સ્વીકારી પોતાના પતિ કે પત્ની સાથેનો  ફોટો અપલોડ કર્યો છે અને હજુ અનેક કપલ પોતાનો ફોટો મુકવાની વેતરણમાં છે.

ત્યારે આ ટ્રેન્ડની ગંભીરતાને સાથે રાખી રાજકોટ અને અમરેલી સાયબર સેલ વિભાગે લોકોને ચેતવણી આપી છે. આવી ફોટોગ્રાફી અપલોડ કરવાની પ્રવૃત્તિથી અમુક સખ્સો તમારો ફોટો ડાઉનલોડ કરી, તે જ ફોટાને મોર્ફ કરી મિસ યુજ કરી શકે છે એવો સંકેત સાયબર સેલ દ્વારા આપવામાં આવ્યો છે. કોઈ કપલ પોતાનો ફોટો અપલોડ કરતા પૂર્વે ભવિષ્યનો વિચાર કરી ફોટો અપલોડ કરે એમ જાણકારોએ મત દર્શાવ્યો છે. અમરેલી સાયબર સેલ વિભાગે તો કપલને સાવધ રહેવાની સુચન આપી ફોટા અપલોડ ન કરવાનો અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here