જામનગર : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં મહિલાએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા ફીટ કરાવતા પાડોશી પરિવારના સભ્યો ચાર સખ્સોએ હુમલો કરી માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના સીસીટીવી સામેં આવ્યા છે.
જામનગરમાં શંકરટેકરી પાણીના ટાંકા પાસે સુભાષપરા શેરી.નં.૨માં રહેતા ચંદનબેન મુકેશભાઇ અમરશીભાઇ ગણેશીયા નામના મહિલા અને ભરતભાઈ તથા વશરામભાઈ પર વિજય કેશુ વરાણીયા તથા રોહીત ચંદુ લીંબડ તથા સીમાબેન વિજયભાઇ વરાણીયા તથા વિજુબેન રાજેશભાઇ વરાણીયા રહે.બધા શંકરટેકરી સુભાષપરા શેરી.નં.૨ વાળાઓએ બીભત્સ વાણીવિલાસ આચરી ઢીકાપાટુનો માર મારી તથા આરોપી રોહિતે ડાબા હાથમાં છરી મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સી ડીવીજનમાં નોંધાઈ છે. મહિલાએ પોતાના મકાનમાં કેમેરાનુ ફીટીંગ કરાવતા હોય જે આરોપીઓને ગમતુ ન હોવાથી આ મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
વિડીઓ જોવા ક્લિક કરી આ લિંક :
https://m.facebook.com/story.php?story_fbid=184227213299096&id=100051354551083