જામનગર : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વચેટિયાઓ દ્વારા ગેર કાયદે દર્દીઓને દાખલ કરી દેવા માટે રૂપિયાથી કરતા વ્યવહાર અંગેનો વિડીઓ વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે જામનગરથી બે સખ્સોને પકડી પાડ્યા છે. સાત-સાત હજાર રૂપિયામાં બંને સખ્સોએ છેક નીચેથી ઉંચે સુધીની ચેઈન રચી આ કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
કોરોનાકાળમાં પણ અમુક સખ્સોએ દર્દીઓને દાખલ કરવા તેમજ અન્ય ચિકિત્સા સબંધી સેવાઓ માટે રૂપિયા લઇ વહીવટ કરતા હોવાનો ગઈ કાલે વિડીઓ વાયરલ થયો હતો. જેના આધારે રાજકોટ પોલીસે સતર્ક બની અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી ગુપ્ત રાકે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસી ટીવી ફૂતેઝ, વાયરલ વિડીઓ અને હોસ્પિટલમાં નોકરી કરતા અનેક કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. જેમાં આ બંને સખ્સો જામનગરના હોવાનું અને હોસ્પિટલમાં કોન્ટ્રાકટર નીચે કામ કરતા હો
વાની ખરાઈ થવા પામી હતી જેના આધારે રાજકોટ પોલીસે જામનગરમાંથી આ બંને સખ્સો હિતેશ મહીડા અને જગદીશ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને લઇ રાજકોટ લઇ ગઈ છે. આ પ્રકરણ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેનો તાગ મેળવવા પોલીસે બંનેની પૂછપરછ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે જામનગરના આ બંને સખ્સોને દર્શાવતો એક વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને પોલીસ હરકતમાં આવી હતી.