*મોતનું શહેર : 108માં વેઇટિંગમાં રહેલ દર્દીને સારવાર ન મળી તે ન જ મળી, હાર્ટ થંભી ગયું….*

અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સાંભળી લો...જો સારવાર ન અપાવી શકો તો પદ છોડી દો

0
1289

જામનગર : જામનગરમાં છેલ્લા બે દિવસથી કોવિડ હોસ્પિટલ બહાર મોત ઉપર મોત થઈ રહ્યા છે દર્દીઓના, એ પણ સારવાર વગર જ, તંત્રએ બેડ ખાલી નથી એમ કહી હાથ ઊંચા કરી દીધા ને કોવિડ બહાર દાખલ થવા વલખા મારતા દર્દીઓ તડપી તડપી મરી રહ્યા છે. એમયુલન્સને જ હોસ્પિટલ બનાવી તંત્રએ એ દર્દીઓને રામ ભરોસે છોડી દેતા બે દિવસમાં નવ દર્દીઓએ દમ તોડી દીધો છે. આજે પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે તે હૃદય સોંસરવો નીકળી જાય તેવો છે.

જામનગર શહેરની કોવિડ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશાનું કિરણ બની છે. પરંતુ જેમ જેમ કોરોનાનું સંક્રમણ વધતું ગયું તેમ તેમ અહીં દર્દીઓનો પ્રવાહ ખેંચતો ગયો અને છેલ્લા સપ્તાહમાં હોસ્પિટલ દર્દીઓથી છલકાઈ ગઈ, હાલ દરરોજ 450-500 નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે તો બીજી તરફ 100-125 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોવિડ હોસ્પિટલ બહાર દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. આ દર્દીઓને દાખલ કરવામાટે તંત્ર પાસે નથી બેડ કે નથી તબીબી સ્ટાફ, હાલ આ દર્દીઓ એમયુલન્સને જ કોરોના વોર્ડમાં ફેરવી નાખ્યો હોય તેમ ત્યાં જ ઓક્સિજન સહિતની સારવાર કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં આવા દસ દર્દીઓના મૃત્યુ પામ્યા છે.
આજે તો રીતસર કોરોના વિસ્ફોટ થતા 564 દર્દીઓ નોંધાયા છે. અને નવ દર્દીઓના સતાવાર મોત જાહેર થયા છે.
બીજી તરફ આજે સવારે દાખલ થવા એમયુલન્સ અંદર વેઇટિંગમાં રહેલ દર્દીઓ પૈકી એક દર્દીનું વગર સારવાર (વેન્ટિલેટર)ના અભાવે હૃદય થંભી ગયું, 108ના સ્ટાફે અથાગ પ્રયત્ન કરી પંપિંગ શરૂ કર્યું પણ નિરાશા જ હાથ લાગી, હજુ કેટલા દર્દીઓને આમ તડપતા મૂકી દેવા છે ?
આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને જન પ્રતિનિધિઓ કાન ખોલી સાંભળી લ્યો, બે હાથ જોડી દર્દીઓને હોસ્પિટલ સુધી આવતા ન રોકી શકાય, આ તમારી ફરજ છે. એમાંથી છટકી ન જ શકાય.

આતો કેવી શાસન વ્યવયસ્થા, ટ્રેઇનિંગ સેસનમાં આવા પાઠ ભણી ને આવ્યા કે કટોકટીના સમયે બે હાથ જોડી નાગરિકોને રામ ભરોસે છોડી દેજો !!!!! જન પ્રતિનિધિઓ પણ યાદ રાખે કે પ્રચાર સમયે આ જ નાગરીજોએ તમને અહીં પહોંચાડ્યા છે. એટલે નમક હરામી ન કરતા અત્યારે એ દુખિયાઓની સેવા કરવાનો અવસર છે. યુઝ એન્ડ થ્રો જેવી હોસ્પિટાલીટી ઉભી કરો, તમે જ કહો છો પૈસાની વ્યવસ્થા છે. તો મોડું શુ કામ કરો છો ?
ઇનસોર્ટ આ સમય છે લાચાર પ્રજાના આશુઓ લૂછવાનો, નક્કર આયોજન કરો સ્વસ્થ સવાર થશે જ..બસ જરૂરી છે હૈયે હામ રાખવાની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here