જામનગર : આ અસામાજીક સખ્સોએ કર્યું કોમી વિખવાદ થાય તેવું કૃત્યુ, શું કર્યું આરોપીઓએ ?

0
955

જામનગર : જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં અમુક સખ્સોએ ગઈ કાલે હિંદુ ધર્મના ગુરુદેવના પોસ્ટર પર કોમી લાગણી દુભાય તેવું લખાણ લખી જાહેર રસ્તે ચિપકાવી દેતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક બે આરોપીઓ દબોચી લીધા છે. વિડીયો વાયરલ થયા બાદ પ્રકરણ પોલીસ દફતર સુધી  પહોચ્યું હતું. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બંને સખ્સોની ધરપકડ કરી છે. આ ઉપરાંત કાયદાથી સંઘર્ષિત ટેણીયાઓની પણ સંડોવણી સામે આવી છે.


જામનગરમાં પાંચહાટડી ચોકથી ભોયવાડા તરફ જતા રોડ પર ગઇકાલે સવારે આઠ વાગ્યા પહેલા કોઇ અસામાજિક શખ્સોએ જાહેર માર્ગ પર હિન્દુ ધર્મના નરસિંહાનંદ મહારાજના પોસ્ટરો ચોટાડી, પોસ્ટરમાં ગુસ્તાખ કી એક સઝા સર તન સે જુદા, તેમજ ફોટાની નીચેના ભાગે હરામ કી પૈદાઇશ ગુસ્તાખ આતંકવાદી નરસિંહા નંદ એમ લખી કોઇ વ્યકિતએ ઇરાદા પૂર્વક હિન્દુ સમાજની લાગણી દુભાવી જુદા-જુદા સમુદાયમાં દુશમનાવટ થાય તેવુ વાતાવરણ ઉભુ કર્યુ હતું. આ સંદર્ભે નરસિંહા નંદના શિષ્ય રવિભાઇ વિનોદભાઇ જેઠવાએ સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 153 (ક), 295(ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ એમ જે જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધર હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોને આધારે તપાસ હાથ ધરી આજે સવારે જ આરોપીઓ મીતાક સૈયદબિન અઝરમી અને સાકીર રફીકભાઈ ખીલજી નામના બંને સખ્સોને કાલડી પાડ્યા હતા. આ ઉપરાંત વિડીઓમાં દેખાતા તેણીયા સુધી પહોચવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here