જામનગર : પીછો કરી કાર આંતરી લીધી પોલીસે, ચાલક નાશી ગયો..કારની તલાસી લેવાઈ ને…

0
548

જામનગર :  જામનગર નજીકના નાઘેડી ગામેથી જામનગર તરફના રસ્તા પર પોલીસે એક કારને આંતરી લઇ 63 બોટલ દારૂનો  જથ્થો ઝડપી પાડયો હતો.  જો કે પોલીસે પહોંચે તે પૂર્વે જ ચાલક નાશી ગયો હતો. આ પ્રકરણના મુળ સુધી પહોંચવા કારના નંબરના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.

જામનગર નજીકના નાઘેડી ગામથી જામનગર તરફ આવતા નવાપરામાં કેનાલવાળા કાચા રસ્તા ઉપર રાજશી મેરની વાડી પાસે પોલીસે એક કારને આંતરી લીધી હતી. આ કારની તલાશી લેતા તેની અંદરથી રૂા.25,200ની કિંમતનો 63 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબ્જે કરી 3 લાખની કાર કબ્જે કરી છે. પોલીસ પહોંચે તે પૂર્વે જ કાર ચાલક આરોપી કાર મુકીને નાશી ગયો હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. પંચકોષી બી ડિવિઝન પોલીસે જી.જે.03 એચ.કે.2935 નંબરની કારના નંબરના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
જામનગરમાં અયોધ્યાનગર વિસ્તારમાં ક્રિષ્ના સ્કુલની બાજુમાં, મોમાઇ ડેરી નામની દુકાન ધરાવતા રવિ સાજણભાઇ ડેર દારૂનો ધંધો કરતો હોવાની સીટી સી ડિવિઝન પોલીસને ચોક્કસ હક્કિત મળી હતી. આ હક્કિતના આધારે ડી સ્ટાફે દરોડો પાડી દુકાનની તલાશી લીધી હતી. જેમાં દુકાન અંદરથી રૂા.1 હજારની કિંમતનો બે બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સની અટકાયત કરી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં શહેરના માધવબાગ વિસ્તારમાં  રહેતા અશ્ર્વિન વશરા નામના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહિબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હાજર નહી મળતા શખ્સને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જયારે શંકર ટેકરી વિસ્તારમાં શેરી.નં.5માં સીટી સી ડિવિઝન પોલીસે દરોડો પાડી મેહુલ ઉર્ફે શેરો અશોકભાઇ રાઠોડ નામના શખ્સના ઘરની તલાશી લીધી હતી. જેમાં આ શખ્સના કબ્જામાંથી રૂા.2000ની કિંમતના ચાર બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ શખ્સની દારૂના જથ્થા સાથે અટકાયત કરી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં રાજાભાઇ નામના જામનગરના શખ્સની સંડોવણી ખુલી હતી. પોલીસે આ શખ્સને પણ ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here