લાલપુર : બાઈક-ટ્રેક્ટર વચ્ચના અકસ્માતમાં બે તરુણના મોત

0
1894

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે પુર ઝડપે દોડતા ટ્રેક્ટરે એક મોટરસાયકલને ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં બાઈકમાં સવાર બે તરુણના કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે. લાલપુર બંને તરુણ પીપર ગામેથી ફૂલ લઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પૈકી ૧૫ વર્ષના તરુણના પિતાનું ચાર વર્ષ પહેલા જ મૃત્યુ નીપજ્યું છે. જયારે તેની વિધવા માતાનો એ દીપક એક માત્ર સહારો હતો. એક બીજાની નજીક રહેતા પરિવારના બે તરુણના એક સાથે મૃત્યુ નીપજતા બંને પરિવારમાં શોકની કાલીમા પથરાઈ ગઈ છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી છે.

જામનગર જીલ્લામાં ગહેરો શોક જન્માવનાર બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકા મથકે મેકરણ પેટ્રોલ પંપ નજીક ગઈ કાલે સાંજે સાતેક વાગ્યા આસપાસ લાલપુરથી ત્રણ પાટિયા તરફ જઈ રહેલ જીજે ૩ સીએમ ૩૨૬૧ નંબરના ખાતર ભરેલ ટ્રેકટરે સામેથી આવતા એક મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં લાલપુરમાં સૈયદના વંડા પાસે રહેતા બાઈક સવાર ફૈઝાન ઇકબાલભાઈ ઉવ ૧૬ વાળો રોડ પર ફંગોળાઈ ગયો હતો. જયારે રેહાન લાલમીયા ઉવ ૧૫ નામના તરુણ ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ટાયર નીચે ચગદાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું  હતું. જયારે ફૈઝાનને માથાની ખોપરી ફાટી જતા તેમનું પણ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા લાલપુર પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે બંને મૃતકોને હોસ્પિટલ ખસેડયા હતા. આ બનાવ અંગે બંને મૃતકોના સબંધી સીદીકમૈયા હાસમમૈયા કાદરીએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના કોલવા ગામના ટ્રેક્ટર ચાલક રાજેશ દેવરખી કરમુર સામે આઈપીસી કલમ ૩૦૪(એ), ૨૭૯ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી. બંને હતભાગીઓ લાલપુરથી ખત્રી ફૂલવાળાની મોટરસાયકલ લઈ પીપર ગામે ફૂલ લેવા ગયા હતા. જ્યાંથી ફૂલ લઇ પરત ફરતા હતા ત્યારે અકસ્માતમાં કાળના ક્રૂર પંજાનો ભોગ બન્યા હતા.

પોતાના શેઠ મૃતક રેહાનના પિતા લાલમિયા ચાર વર્ષ પૂર્વે કેન્સરની બીમારી સબબ મૃત્યુ પામ્યા છે. મૃતક રેહાન તેની વિધવા માતા સમીનબાનુનો એકનો એક પુત્ર હતો. પોતાનો અંતિમ સહારો પણ છીનવાઈ જતા સમીનબાનું અને તેની પુત્રી અસીરાબાનુએ આક્રંદ કર્યો હતો. જયારે મૃતક ફૈઝાન તેના માતા સધરાબેન અને પિતા ઇકબાલભાઈના પાંચ સંતાનોમાં બે પુત્ર પૈકી નાનો પુત્ર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here