જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ઝાકસિયા સીમ વિસ્તારમાં આવેલ એક તળાવમાં ન્હાવા પડેલ શ્રમિક પરિવારના બે માસુમ ભાઈઓના ડૂબી જતા મૃત્યુ નીપજયા છે. આ બનાવના પગલે શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે આજે બપોરે ઝાકસીયા ગામ તરફના સીમ વિસ્તારમાં આવેલ વજા મેરૂભાઈની વાડીમાં છેક ગોધરા જીલ્લાથી એક શ્રમિક પરિવાર ખેત મજુરી કરવા આવ્યો છે. આ પરિવારના મોટા સભ્યો આજે બપોરે ખેતી કામ કરતા હતા ત્યારે વિજય સુરેશભાઈ નાયક ઉવ ૧૧ અને સંજય સુરેશભાઈ નાયક ઉવ ૭ નામના બંને ભાઈઓ કોઈએ જાણ કર્યા વગર જ બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા. જો કે તળાવનું પાણી ઊંડું હોવાથી અને પાણી પારખવામાં થાપ ખાઈ ગયેલ બંને ભાઈઓ ડૂબી ગયા હતા. બંને ભાઈઓ ડૂબી ગયાની જાણ થતા પરિવારજનો સહિતના ગ્રામજનો તળાવ કિનારે દોડી ગયા હતા અને બંને બાળકોના દેહને બહાર કાઢવામાં લાગી હત્યા હતા. આ બનાવના પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.