થર્ટી ફર્સ્ટ : જામનગરમાં જુગાર રમતી સાત મહિલા સહીત આઠ પકડાયા

0
485

જામનગર : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓ અને એક પુરુષને પકડી પાડ્યા છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૧૭ હજાર ઉપરાંતની રોકડ કબજે કરી જુગાર ધારાઓ  મુજબ કાર્યવાહી કરી છે.

જામનગરમાં ખોડીયાર કોલોની, ખોડીયાર માતાજીના મંદીર પાછળ જાહેર રોડ ઉપર અમુક મહિલાઓ  જુગાર રમતી હોવાની સીટી સી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો  હતો આ દરોડા દરમિયાન જાહેરમાં ગંજી પતા વડે તીનપતીનો જુગાર રમી રહેલ મનીષાબેન પ્રતાપભાઇ ઓધવજીભાઇ હરવરા રહે. દી.પ્લોટ ૫૮ શેરી નં.૫, જામનગર, ભગવતીબેન સુરેશભાઇ ઢાલુમલ કટારીયા રહે. ગાંધીધામ, ૧૩૭ ઝુપડપટ્ટી, જામનગર, હંસાબેન મનસુખભાઇ પરમાલીંદભાઇ ગઢીયા રહે. શાંતી હારમાર, રોજી પેટ્રોલપંપ સામે, જામનગર (૪) નયૈનાબેન કીશોરભાઇ બાબુલાલ બરછા રહે. સુપર માર્કેટ સામે, જય રણછોડ એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૧૦૧, જામનગર અને મીનાબેન હરસુખભાઇ નરશીભાઇ સંધાણી રહે. મયુર ટાઉનશીપ શેરી નં.-૫, બ્લોક નં.૨૦૩, સાધના રોડ, જામનગર અને ઉધીબેન કરશનભાઇ ભાવેશભાઇ મારીયા રહે. દી.પ્લોટ ૪૯, શંકરના મંદીર પાસે, જામનગર તેમજ જમનાબેન હંસરાજભાઇ સવજીભાઇ ખીચડા રહે. શંકરટેકરી બાળકોના સમશાન સામે, જામનગર અને પ્રફુલ્લભાઇ માણેકચંદ ગુટકા રહે. ખોડીયાર કોલોની, ખોડીયાર માતાજીના મંદીર પાછળ, જામનગર  વાળા સખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૧૭,૪૦૦ની રોકડ કબજે કરી જુગાર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here