જામનગર : જો તમે ફેસબુક પરથી સોપિંગ કરતા હોવ તો તમારા માટે આ ચોકાવનારો કિસ્સો છે. કારણ કે મહેસાણાના એક ભાઈએ સસ્તામાં સ્કુટર ખરીદવા ગયાને દોઢ લાખથી હાથ ધોઈ બેઠા છે. બની સકે તો પ્રત્યક્ષ ખરીદી કરવી જોઈએ જેથી સમૂળગા છેતરાવવાની શક્યતાઓ રહેતી જ નથી. હાલ સોશિયલ મીડિયા ફેસબુક પર લોભામણી જાહેરાતો કરી મોંઘી વસ્તુઓ એકદમ સસ્તામાં આપી દેવાનાં નામે અનેક ચીટર ટોળકીઓ મેદાને આવી છે. એમાં મહેસાણાનો એક યુવાન આવી જ એક ટોળકીનો ભોગ બની ગયો છે. જેમાં આ યુવાને ફેસબુક પર સસ્તામાં એકટીવા ખરીદવાની લાલચને રોકી શક્યો ન હતો અને છેતરપીંડીનો ભોગ બનવું પડ્યું હતું. સસ્તા ભાવે એક્ટીવા જોઈએ પોતે એકસાથે પાંચ એક્ટીવાનો ઓર્ડર આપી દીધો હતો. પાંચ એકટીવા ખરીદી પેટે યુવાને જે તે ચીટરને નેટ બેન્કિંગથી રૂપિયા ૧,૪૮,૧૪૦ની રકમ પણ ટ્રાન્સફર કરી દીધી હતી. પરંતુ બે ત્રણ દિવસ સુધી એકટીવા નહી મળતા આખરે યુવાન છેતરાઈ ગયો હોવાનું ભાન થયુ હતું. હાલ આ યુવાને મહેસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ કિસ્સો ખરેખર લાલબતી ધરે છે. સસ્તી ચીજ વસ્તુઓની લાલચે અગાઉ પણ અનેક સખ્સો છેતરાઈ ગયા છે. ત્યારે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે.