છોકરાનો જન્મ થયો ને ડોક્ટરે જ કહ્યું, લ્યો, આ બાળકી, પછી થયું આવું

0
651

જામનગર : એક ખાનગી દવાખાનામાં બાળકો બદલાઈ જવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.ત્યારે અમદાવાદમાં તો બાળક બદલાવાયા અંગે ડોક્ટર પર જ આક્ષેપ થયા છે, ગત રાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં છોકરાના જન્મ બાદ ડોક્ટરોએ જ બાળક બદલાવી પ્રસુતાને બાળકી આપી દીધાનો ચોકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલો સોલા પોલીસ દફતર પહોચ્યો છે.

સાહેબ સોલા સિવિલ હોસ્પિટલમાં મને અવતરેલા દીકરાને બદલે દીકરી આપી બાળક બદલાવી લીધું છે એમ સોલા પોલીસ દફતરે પહોચેલી મહિલએ આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે. ગત રાત્રીના એક પ્રસુતાને અહી નોર્મલ ડીલેવરી થઇ હતી.  જેને લઈને તબીબી સ્ટાફે પરિવારને તુરંત વધામણી આપી હતી. જો કે બે-ત્રણ કલાક બાદ બાળક છે તે છોકરો નથી પરંતુ છોકરી છે એમ તબીબોએ કહી દીકરી માતાને આપી દીધી હતી. આ બાબતને લઈને પ્રસુતા સહિતના પરિવારે આજે સોલા પોલીસ દફતરમાં તબીબો સામે ચોકાવનારી અરજી કરી છે. જેના જવાબમાં સોલા પીએસઆઈ જે વી રાઠોડના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બાળકના ડીએનએ ટેસ્ટ બાદ જ આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. હાલ આ મુદ્દો બહુ ચર્ચામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here