અમિત ચાવડાએ કેમ કહ્યું’ગુજરાતમાં જંગલ રાજ છે’

0
538

જામનગર : બનાસકાઠાના ધાનેરા તાલુકાના રવિ ગામે થયેલ યુવાનની કરપીણ હત્યા અને નગ્ન હાલતમાં મળી આવેલ મૃતદેહ બાદ રાજનીતિ ગરમાઈ છે. રાત્રીની ઘટના બાદ સવારે સામે આવેલ ઘટનાને લઈને ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

બનાસકાઠાના ધાનેરા તાલુકાના રવી ગામે આજે સવારે નગ્ન હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને સન્સનનાટી મચી જવા પામી હતી યુવાનને નગ્ન કરી, ઢસડી ઢસડીને મારી નાખ્યો હોવાનું સામે આવ્યુ હતું. આ ઘટના અંગે પોલીસે છ સખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

બપોર સુધી આ ઘટનાં માત્ર બનાસકાઠા પુરતી સીમિત હતી પરંતુ બપોરે બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું હતું. અમિત ચાવડાએ આ ઘટના બાદ ટ્વીટ કરી કહ્યું હતું કે ગુજરાતમાં જંગલ રાજ છે. ગુજરાતના બનાસકાઠા જીલ્લાના રવી ગામમાં પીન્ટુ ગલચર નામના યુવાની રાત્રે હત્યા કરી, નગ્ન કરી, ઢસેડવામાં આવ્યો, વિજય રૂપાણીના શાસનમાં આરોપીઓને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી વારદાતો થઇ રહી છે. પ્રદીપસિંહ યોગ્ય કાર્યવાહી કરે’ આવી ટ્વીટ આવતા જ કલાકના ગાળામાં પોલીસે આરોપીઓને ઓળખી લીધા સાથે સાથે પકડી પણ  લીધા હોવાની વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here