જન્માષ્ટમીના ઇતિહાસમાં પ્રથમ વખત જગત મંદિરે પ્રવેશબંધી ?

0
691

જામનગર : હાલ કોરોનાનું લોકલ સંક્રમણ દિવસેને દિવસે પ્રબળ બનતું જાય છે કોરોનાની મહામારી ગંભીરરૂપ ધારણ કરી રહી છે. દરરોજ નવા નવા દર્દીઓનો ઉમેરો થતો જાય છે. રાજ્યભરના શ્રાવણ માસમાં શિવાલયોના દર્શન પર પણ નકારાત્મક વાદળો મંડરાઈ રહ્યા છે. ત્યારે જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

કોરોનાની મહામારી હજુ વિકટ બનવાની છે એમ ખુદ આરોગ્ય તંત્રએ અંદેશો વ્યક્ત કર્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમી બંધ બારણે ઉજવવી પડે એવી ચર્ચાઓ ચાલી રહી છે જો કે કોઈ સતાવાર રીતે જન્માષ્ટમીના દિવસે મંદિર ખૂલું રહેશે કે બંધ એ અંગે સ્પસ્ટતા કરવામાં આવી નથી પરંતુ હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. ચાર ધામ પૈકીના એક એવા દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવના વધામણા કરવા દર વર્ષે માનવ મહેરામણ ઉમટી પડે છે. જો કે આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાને લઈને જન્માષ્ટમી મહોત્સવ સામે પ્રશ્નાર્થો લાગી ગયા છે.

લોકલ સંક્રમણ જે ગતીએ આગળ વધી રહ્યું છે તે ગતિને ધ્યાને રાખી આરોગ્ય તંત્રએ કહ્યું છે કે સ્થિતિ હજુ વિકટ બનશે. આ વાતને લઈને હાલ દ્વારકામાં ચર્ચાઓનું બજાર ગરમ થયુ છે. જે રીતે દ્વારકા ખાતે દર વર્ષે માનવ મહેરામણ ઉમટી પડે છે તે રીતે આ વખત ભાવિકો પર પ્રતિબંધ રહેશે એ વાત સત્ય જ છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે તંત્ર કોને દર્શન કરતા રોકશે ? એ સવાલ સાથે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત કદાચ કૃષ્ણજન્મના બંધ બારણે વધામણા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here