પોલીસ : વર્ષે એકેય રજા નહી, તોય ગ્રેડ પે ૧૮૦૦ રૂપિયા, સરકારની મુશીબત વધશે ?

0
2377

જામનગર : રાજ્યભરના શિક્ષકોના ગ્રેડ વિવાદને લઈને પરિસ્થિતિ થાળે નથી પડી ત્યાં વધુ એક આંદોલન કારી ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં પ્રબળ બની રહ્યો છે. એ વિરોધ કરતા છે કાયદાના રક્ષકો તરફથી, એટલે કે પોલીસ કોન્સ્ટેબલસ તરફથી, જયારથી શિક્ષકોના ગ્રેડની વાત આવી છે ત્યારથી પોલીસકર્મીઓમાં આ બાબતનો ઘુઘવાટ શરુ થયો હતો. આજે રાજ્ય સરકાર આ ગ્રેડ પે ને લઈને બેકફૂટ પર આવી છે ત્યારે પોલીસકર્મીઓએ ગ્રેડ પે ને લઈને સોશિયલ મીડિયામાં પોતાની હાલત અંગેનો મેસેજ ચલાવ્યો છે જે હાલ રાજ્યભરમાં ટ્રેન્ડ બન્યો છે.

શિક્ષકોના ૪૨૦૦ વાળા ગ્રેડ પે ને ૨૮૦૦માં તબદીલ કરી દેવાતા રાજ્ય શિક્ષક સંઘ મેદાને આવી ભરચક વિરોધ શરુ કર્યો છે જેને લઈને આજે રાજ્ય સરકારે નવા પરિપત્રને સ્થગિત કરતો નિર્ણય કરવો પાડ્યો છે. શિક્ષકોની લગતનીસફળતા બાદ રાજ્યભરના પોલીસકર્મીઓમાં વિરોધ અને રોષ શરુ થયો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. માત્ર ૧૮૦૦નો ગ્રેડ પે ધરાવતો એક પોલીસકર્મી રાત-દિવસ ડ્યુટી કરી રહ્યો છે. એક પણ રજા વગર પોતાના મહામુલા તહેવારો અને સામજિક પ્રસંગોને બલિદાન આપી એક-એક પોલીસકર્મી ડ્યુટી કરે છે. ત્યારે સરકાર તરફથી માત્ર ૧૮૦૦ રૂપિયાનો નક્કી કરવામાં આવેલ ગ્રેડ પે સુધારે એવી માંગણી હાલ સોશિયલ મીડિયામાં પ્રબળ બની છે. સાથે સાથે એવો પણ વસવસો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે શિક્ષકોની પાસે યુનિયન છે એટલે સરકાર જુકી ગઈ છે પોલીસને કઈ નહી,

હાલ સોશિયલ મીડિયામાં આ ટ્રેન્ડ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here