જોડિયાની ઉંડ નદીમાં ધમધમતું રેતી ચોરી કૌભાંડ પકડાયું

0
748

જામનગર : જામનગર જીલ્લાના જોડિયા પંથક રેતી ચોરી માટેનું હબ બની ગયું હોય તેમ રેંજ પોલીસના દરોડા બાદ એલસીબી પોલીસે દરોડો પાડી ઊંડ નદીના પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું છે. પોલીસે ૮૧.૯૨ લાખના વાહનો  કબજે કરી છ સખ્સોની અટકાયત કરી છે.

જોડીયામાં ઊંડ નદીમાં  ડોબર સીમ વિસ્તારમાં આજે એલસીબી પોલીસે ખનીજ ચોરી સબંધિત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નદીના માંથી બીના રોક ટોક ખનીજ ચોરી કરતા અલ્તાફ અબ્દુલભાઈ પતા, રે, મોરકંડા રોડ જામનગર, ગજેન્દ્રસીહ સોઢા, શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા , સેજાદ ઓસામાણ સમેજા, મહાવીરસિંહ ગુમાનસિંહ પરમાર અને કૃપાલસિંહ પ્રવીણસિંહ પરમાર નામનાં છ સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. જયારે ત્રણ ડમ્પર અને એક ટ્રક તથા બે લોડર અને અગ્યાર લાખની રેતી સહિતનો રૂપિયા ૮૧,૯૨,૫૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો, જયારે ઉત્ખન્ન કરાવનાર જોડીયાના ઓસમાણ હાસમ ભાઈ વાઘેર નામના સખ્સને ફરાર દર્સાવાયો છે. પોલીસે આ તમામ સખ્સો સામે ખનીજ ચોરી ઉપરાંત કાવતરા સબંધિત ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી એલસીબીના પીઆઈ એમજે જલુની આગેવાની નીચે પીએસઆઈ કેકે ગોહિલ અને આરબી ગોજીયા સહિતના સ્ટાફે પાર પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here