જામનગર : જામનગરમાં રવિવારે શાંત માહોલમાં ત્યારે થોડી ગરમી આવી જયારે પોલીસના હથિયાર ધારીમાં વાહનો આગળ પાછળ એક ગાડીના રસાલા વચ્ચેનો કાફલો શહેરમાં પ્રવેશ્યો, લાલપુર બાયપાસ રોડ પરથી આ રસાલો સીધો જીલ્લા જેલ તરફ લઇ જવાયો હતો. જયા ચાંપતા બંદોબસ્ત વચ્ચે એક આરોપીની જેલમાં એન્ટ્રી કરાવવામાં આવી હોવાનું આધારભૂત પોલીસ સુત્રો માંથી જાણવા મળ્યું છે.
વર્ષ ૨૦૧૯માં મોરબી ખાતે મુસ્તુફા મીર અને તેના ભાઈ આરીફ પર અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં એક ભાઈની હત્યા થઇ હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં આ વારદાત ખુખાર હિતુભા ઝાલા સહિતનાઓએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને જે તે સમયે હિતુભાની ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન કેશની મુદ્દતે લઇ જવાતા આરોપી અર્ધ રસ્તે જ હાઈવે પરની હોટેલ પરથી નાશી ગયો હતો. આ આરોપીને તાજેતરમાં વડોદરાના સારાભાઈ કેમ્પસ મા થી ખુખાર હીતુભા ઝાલા ની પિસ્તોલ સાથે એટીએસએ ધરપકડ કરી હતી. દરમિયાન મોરબી પોલીસે આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો જો કે સુરેન્દ્રનગર જેલમાં સલામતીને લઈને પ્રશ્નો સામે આવ્યા હતા. જેને લઈને તંત્ર દ્વારા હિતુભાને જામનગર જેલમાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈ કાલે આરોપી હિતુભાને ખાનગી અને પોલીસના વાહનોમાં સાથે રાખી જીલ્લા જેલમાં પહોચાડવામાં આવ્યો હોવાનું જામનગરના પોલીસ સુત્રો માંથી જાણવા મળ્યું છે. ગઈ કાલે જયારે પોલીસ કાફલો આરોપી હિતુભાને લઈને શહેરમાં આવ્યો ત્યારે નાગરિકો આશ્ચર્યમાં પડી ગયા હતા કે આવા તે કોણ વીઆઈપી છે કે પોલીસનો મોટો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો ?