મંત્રી કહે છે ૧૩ લાખ હેક્ટરમાં નુક્સાની, સીએમ કહે છે ૩૭ લાખ હેક્ટર !! સાચું કોણ ? : આંબલીયા

0
1019

જામનગર : આજે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેડૂત સહાય પેકેજની  જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે આકડા રજુ કરવામાં આવ્યા છે તેમાં વિરોધાભાસ હોવાનો આક્ષેપ કિશાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આજે  3700 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ મુદ્દે પ્રતિક્રિયા આપતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે કૃષિમંત્રી અલગ કહે મુખ્યમંત્રી અલગ કહે આમાં વાત કોની માનવી…..??? મુખ્યમંત્રી કૃષિમંત્રીના સ્ટેટમેન્ટનું પોતાનું એક વજૂદ હોય છે ત્યારે બંને જવાબદારો અલગ અલગ નિવેદનો ગામને જાપે ભજવાતી ભવાઈ મંડળ બરાબર હોવાનો મત વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી કહે 13 લાખ હેકટરમાં નુકશાન છે જયારે મુખ્યમંત્રી કહે 37 લાખ હેકટરમાં નુકશાન છે. મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપવાના હોય તો કૃષિમંત્રીની જાહેરાતનું વજૂદ શુ…??? આવો સવાલ કરી આંબલીયાએ કહ્યુ કે  SDRF મુજબ વળતર ન આપવું હોય તો SDRF મુજબ સર્વે શા માટે…..??? અને રાજ્ય નિયમો મુજબ ચાલે છે કે મુખ્યમંત્રીશ્રીના મન મરજી મુજબ એ પણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. 20 દિવસ થી કૃષિમંત્રી ખેડૂતો પાસે ફોર્મ ભરાવડાવે છે અને હવે મુખ્યમંત્રી કહે 1 ઓક્ટોબર થી ફોર્મ ભરાશે ત્યારે કૃષિમંત્રીના કહેવાથી જે ખેડૂતોએ પાક નુકશાની ફોર્મ ભર્યા એમને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે કે કેમ તેની રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. રાજ્યમાં કૃષિમંત્રી અને મુખ્યમંત્રીના ખેતીવાડી અધિકારીઓ અલગ અલગ છે….??? 1 ઓક્ટોબર થી ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરશે એનું સર્વે ક્યારે કરાશે ? વગેરે સવાલોના જવાબો આપવા પણ આંબલીયાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here