કોરોના બ્રાંડ એમ્બેસેડર કીર્તીદાન ગઢવીને પોલીસે ફટકાર્યો દંડ, આવું છે કારણ

0
1004

જામનગર : હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. સરકાર તમામ જીલ્લાઓના વહીવટી તંત્ર વચ્ચે સંવાદિતતા સાધી કોરોનાનું સંક્રમણ ખાળવા પ્રયાસ કરી રહી છે. વહીવટી તંત્રને દરેક જીલ્લામાં બાગડોર સંભાળી છે અને આરોગ્ય, પોલીસ સહિતના તંત્ર સાથે મળી કોરોનાને ફેલાતો અટકાવવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યની લોકલ સેલીબ્રીટીઓ પણ સરકારને સાથ આપી કોરોના સામેની જાગૃતિ આવે તેવા પ્રયાસ કરી રહયા છે. આવી જ એક સેલીબ્રીટી એટલે કે સુપ્રસિદ્ધ ભજનિક કીર્તીદાન ગઢવી ખુદ બેકાળજી દાખવતા પોલીસ તંત્રની જપ્ટે ચડી ગયા હતા.

ગઈ કાલે મોડી રાત્રે રેસકોર્સ રોડ પર જાહેરમાં બેઠેલા ભજનીક સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી છે. ગઈ કાલે રાત્રે રીંગ રોડ પર મહિલા પોલીસનો સ્ટાફ ફરજ પર હતો ત્યારે રાજ્યના જાણીતા ભજનિક કીર્તીદાન ગઢવી પોલીસની નજરે ચડી ગયા હતા. રીંગ રોડ પર બેસેલ ભજનિક દ્વારા માસ્કના જાહેરનામાંનો ભંગ કરતા જાહેરમાં મળી આવ્યા હતા. રાજ્યના કોરોના બ્રાંડએમ્બ્રેસેડર તરીકેની ભૂમિકામાં રહેલા કીર્તીદાનને પોલીસ દ્વારા રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે કીર્તીદાને રકજક વગર જ દંડ ભરી દીધો હતો. ત્યારે આ કેસ સંદભે પોલીસના બેવડા ધોરણો સામે આવ્યા છે કેમ કે જાહેરમાં કાર લઇ નીકળેલ ક્રિકેટર રવીદ્ર જાડેજા સામે પણ માસ્કને લઈને પોલીસકર્મીએ દંડાત્મક કાર્યવાહી કરતા આ સેલીબ્રીટીએ રાજકોટ પોલીસ સાથે રકજક કરી હતી અને ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો. જો કે જાડેજા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ  લોકલ સેલીબ્રીટીને દંડની  પહોચ પકડાવી દેવાત પોલીસના બેવડા ધોરણો સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here