જામનગરમાં ટીવી જર્નાલીસ્ટ સહિત દસ કોરોના પોજીટીવ

0
636

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનું  લોકલ સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આજે સવારથી બપોર સુધીના ગાળા દરમિયાન એક પત્રકાર સહીત દસ દર્દીઓ પોજીટીવ સામે આવતા પત્રકાર લોબીમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જામનગરમાં સતત વધતા કોરોનાના ગ્રાફને લઈને હાલ સરકાર સહીત તંત્રમાં ચિંતા છે.

હાલ લોકલ સંક્રમણના તબ્બકામાં દીવસેને દિવસે સંખ્યામાં વધારો થઇ રહ્યો છે બીજી તરફ નાગરીકોમાં કોઈ ખૌફ ન હોય તેમ શહેરમાં માસ્ક વગર અનેક નાગરીકો ફરી રહ્યા છે જે બીજાના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલ સુધી ૨૨૦ દર્દીઓ નોંધાયા હતા જેમાં આજે સવારથી માંડી ચાર વાગ્યા સુધીમાં વધુ ૧૦ દર્દીઓનો ઉમેરો થયો છે.જેમાં એક ધ્રોલના દર્દી સિવાય અન્ય સાત જામનગર શહેર ના જ દર્દીઓ છે.

પોજીટીવ દર્દીઓમાં જામનગરમાં એક ન્યુઝ ચેનલના પ્રતિનિધિ તરીકે કાર્યરત જર્નાલીસ્ટ કિંજલ કારસરીયાનો પણ સમાવેશ થાય છે. જેને લઈને પત્રકારત્વ એમાય ખાસ કરીને ઈલેક્ટ્રોનિક જર્નાલીઝમ કરતા પત્રકારો અને કેમેરમેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફ્રન્ટ લાઈનના કોરોના વોરિયર તરીકે કાર્યરત પત્રકારને કોરોના પોજીટીવ આવતા અન્ય રિપોર્ટરસ અને કેમેરામેન તેમજ ફોટોગ્રાફરોનો ટેસ્ટ ફરજીયાત બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here