GST DAY SPECIAL : જામનગર રેંજમાંથી રૂપિયા ૪૪૦૦ કરોડની આવક

0
602

જામનગર : જે સ્કીમ થકી એનડીએ સરકારને છેલ્લા ત્રણ વર્ષથી દેશવાસીઓના  વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે એવી મહત્વની જીએસટી સ્કીમને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, એક રાષ્ટ્ર એક સમાન કર, એવી મહત્વની આ સ્કીમને દેશના તજજ્ઞો સકારત્મક અને નકારાત્મક રીતે જોઈ રહ્યા છે. જામનગરમાં પણ આ સ્કીમનો ભારે વિરોધ થયો હતો. ઓચિંતી લોન્ચ કરી દેવાયેલ સ્કીમને લઈને અનેક વિધ્નો સામે આવ્યા હતા. જીએસટી સ્લેબથી માંડી દસ્તાવેજી પુરાવાઓ સહિતની અનેક વિટંબણાઓ સામે આવતા ઠેર ઠેર વિરોધ થયો હતો. છતાં પણ સરકારે મક્કમ થઇ સ્કીમની અમલવારી શરુ કરી દીધી હતી.

આ સ્કીમ અંતર્ગત સરકારેને પ્રથમ વર્ષે જ મહતમ આવક થઈ હતી. પ્રથમ વરસની સમસ્યાઓને ઉકેલી સરકારે જીએસટી પ્રક્રિયા સરળ બનાવી કરના ધોરણના સ્લેબમાં પણ સુધારો કર્યો હતો. જેને લઈને દેશમાં ફરી વ્યાપાર ધમધમતો થયો હતો. જેમાં જામનગરના બ્રાસ સહિતના મહત્વના ઉદ્યોગોએ થોડી હામ ભરી હતી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તળે દેશની તમામ વ્યાપારિક પ્રક્રિયાને એક જ સ્કીમમાં સમાવી લેવામાં આવી હતી. દેશભરમાં જીએસટી કચેરીઓમાંથી સરકારને એક જ ટેક્સ રૂપે મહતમ આવક થવા પામી હતી.

જામનગર વિભાગની છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭-૧૮માં બ્રાંચને ૨૨૨૮ કરોડ, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦૧૫ કરોડ અને વર્ષ ૨૦૧૯-૨૦માં માત્ર ૧૬૦ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. આમ છેલ્લા અઢી વર્ષના ગાળામાં જામનગર રેંજમાંથી સરકારને ૪૪૦૦ કરોડ રૂપિયાની આવક થઇ છે. જામનગર જીએસટી રેંજના આસિસ્ટન્ટ કમિશ્નર ગુલાબ ચોધરીએ જામનગર અને દ્વારકા જીલ્લાના બંને સંયુક્ત રેંજની માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જેનું કારણ કોરોના સંક્રમણ બતાવવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો પ્રથમ વર્ષની આવક બાદ દર વર્ષેની આવકનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે, સુત્રોના જણાવ્યા અનુસાર ફૂલ પ્રૂફ ગણાતી સરકારની આ સ્કીમમાં પણ ચબરાક વ્યવસાયકારોએ છીંડા શોધી લઇ વ્યાપક કર ચોરી કરી છે જેના કારણે આવક સતત ઘટી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here