ખંભાલીયાના પૂર્વ ધારાસભ્ય કોરોનાગ્રસ્ત,અહીં છે સારવાર હેઠળ

0
842

જામનગર : ગત સપ્તાહે જ જામનગર જીલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો કોરોના ટેસ્ટ પોજીટીવ આવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયાનો રીપોર્ટ પોજીટીવ આવતા હાલમાં તેઓને સુરતની હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ખંભાલીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા હાલ સુરતમાં પોતાના નિવાસ્થાને છે. ગઈ કાલે તેઓની તબિયત નાંદુરસ્ત હોવાથી હોસ્પીટલમાં સારવાર લીધી હતી. જ્યાં તબીબોએ કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપતા ગોરિયાએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો જેને લઈને ગોરિયાને હાલ સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોરિયાનો રીપોર્ટ પોજીતિવ આવતા તેમના પત્ની સહિતના પરિવારના સભ્યોના ટેસ્ટ કરવામાં આવશે, તેઓના પરિવારજનોના જણાવ્યા મુજબ મેરામણભાઈની તબિયત સ્વસ્થ જ છે પરંતુ હાલ કોવીડ ૧૯ના ધારાધોરણો મુજબ સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ ખંભાલીયા-દ્વારકા પંથકમાં વિશાળ ચાહક વર્ગ ધરાવતા ગોરિયાની તબિયતને લઈને વાયુવેગે જાણ થતા ચાહકો અને સગા સબંધીઓમાં પણ ચિંતાનું મોજું પ્રશરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here