જામનગર પોલીસમાં અધિકારીઓ વચ્ચે આવી અનિષ્ટ સ્પર્ધા ચાલતી ? જાણી ધ્રુણા થશે…જાણો શું કહે છે નિવૃત પોલીસઅધિકારી

0
2258

જામનગર : રમેશ સવાણી નામ તો સાંભળ્યું હશે જ તમે, ગુજરાત પોલીસના સારા અધિકારી તરીકેની છાપ ધરાવે છે તેઓ, મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર નજીકથી હથિયાર ભરેલ કારમાં પોલીસની ભૂમિકા અંગે એક અહેવાલ તેઓએ પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કર્યો  છે. અહી વાત એ મુદ્દાની નથી પણ એ અહેવાલમાં આ અધિકારીઓએ ત્રણ દાયકા પૂર્વે જામનગર પોલીસની બે જુદી જુદી બ્રાંચ વચ્ચે ચાલતી સ્પર્ધા અને આ દોડમાં આગળ રહેવા અધિકારીઓ વચ્ચે ખેલાતો આંતરિક અનિષ્ટ પ્રવૃત્તિના  ખેલને ઉજાગર કર્યો છે. જો આ બાબત વાસ્તવિક હોય તો ખરેખર પોલીસફોર્સ માટે આ બાબત ધ્રુણાસ્પદ કહી શકાય, શું લખ્યું છે રમેસ સવાણીએ આવો જોઈએ.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત ઘર-એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી SUV સ્કોર્પિયો કાર 25 ફેબ્રુઆરી 2021ના રોજ મળી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ PI સચિન વઝેને સોંપવામાં આવેલ. દસ દિવસ બાદ 5 માર્ચ 2021 ના રોજ કારના માલિક અને વેપારી મનસુખ હિરેનની ડેડબોડી ઠાણેમાં એક નદી કિનારા ઉપરથી મળેલ. NIAએ 13 માર્ચ 2021 ના રોજ સચિન વઝેને એરેસ્ટ કરી લીધો ! NIAની તપાસમાં એ હકીકત બહાર આવી છે કે એન્ટિલિયા બહાર વિસ્ફોટક ભરેલી કાર પ્લાન્ટકરનાર ખુદ PI સચિન વઝે હતો !

સવાલ એ છે કે પોલીસ અધિકારી પોતે વિસ્ફોટક પ્લાન્ટશામાટે કરે છે? શિકારી ખુદ શિકાર કેમ બને છે? શામાટે સચિન વઝે જેવા કિસ્સા બને છે? [1] સચિન વઝેએ આ ગતકડું  સુપર કોપની ઈમેજ જળવાઈ રહે તે માટે કર્યું હતું. સુપર કોપનો વહેમ સચિન વઝેને જેલ સુધી દોરી ગયો છે. સુપરકોપની લાલચમાં કેટલાંય ડરપોક પોલીસ અધિકારીઓએ ખોટી રીતે વીરતા-ગેલેન્ટરી પુરસ્કાર મેળવી લીધા છે !

1990ની આસપાસ જામનગર જિલ્લામાં એક ખાસ જ્ઞાતિના માણસો પાસેથી ગેરકાયદે રીવોલ્વર કબજે કરવા માટે LCB PSI અને ટાસ્ક ફોર્સ PSI વચ્ચે હરિફાઈ ચાલતી હતી; આ હથિયારો પોલીસના માણસો પડદા પાછળ રહીને ખાસ જ્ઞાતિના માણસોને સસ્તામાં વેચતા; જેથી પાછળથી હથિયારના કેસ થાય અને આરોપી પાસેથી મોટો તોડ પણ થાય ! કેટલીક જગ્યાએ LCBના પોલીસ કર્મચારી જ ઘરફોડ ચોરી કરાવે અને પછી ડીટેક્ટ કરવાનું નાટક કરી ઈનામો મેળવે ! સુપરકોપની ઈમેજ બનાવવા પોલીસ આવા ડિંડક કરે છે !

સચિન વઝેએ 63 એન્કાઉન્ટર કરેલ છે ! એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ હવામાં ઉડતા હોય છે. એન્કાઉન્ટર સ્પેશલિસ્ટને માનપાન રાજકીય નેતાઓ અને લોકો તરફથી મળે છે; એટલે વધુને વધુ એન્કાઉન્ટર કરવાની લાલચ થાય છે. ગુજરાત અને બીજા રાજ્યોમાં આ સ્થિતિ જોવા મળે છે. પૂર્વ DGP જુલિયો રીબેરો કહે છે કે એન્કાઉન્ટર સ્પેશલિસ્ટને શાબાશી આપવાથી/ગૌરવાન્વિત કરવાથી તેમને ખોટું કરીને નામના મેળવવાની ઈચ્છા થાય છે ! [4] ઉપરી પોલીસ અધિકારીઓ/રાજકીય નેતાઓના પીઠબળના કારણે સુપર કોપમલાઈદાર હોદ્દા ઉપર ચીટકી રહે છે. અમુક પોલીસ અધિકારીઓ 20-25 વરસથી ક્રાઈમ બ્રાન્ચમાં હોવા છતાં ચૂંટણી વેળાએ પણ બદલી થતી નથી. PSI તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગ મેળવનાર PI/DySP ના પ્મેશન લઈને ક્રાઈમ બ્રાન્ચમાં જ રહે છે ! કેટલાંક સુપર કોપખાસ કિસ્સામાં વન સ્ટેપ પ્રમોશન મેળવીને ક્રાઈમ બ્રાન્ચમાં જ રહે છે ! છેવટે જેલમાં જાય છે ! ગુજરાતમાં આવું બન્યું છે. [5] ફેઈક એન્કાઉન્ટર કરીને રાજકીય બોસને ખુશ કરવાની યોજના ચાલાક સુપર કોપ કરતા હોય છે. ગુજરાતમાં અસંખ્ય ફેઈક એન્કાઉન્ટરના કારણે હાલના વડાપ્રધાન અને તત્કાલિન CM ની ઈમેજ 56 ઈંચની બની ગઈ હતી ! રાજકીય બોસને શું ગમશે તે મુજબ જ સુપરકોપકામ કરતા હોય છે; પછી ભલે એ કામ નિંદનીય હોય ! રાજકીય બોસના આશિર્વાદ વિના એક પણ ફેઈક એન્કાઉન્ટર શક્ય નથી ! [6] સચિન વઝેએ વિસ્ફોટક વાળી ગાડી પ્લાન્ટકરી; જાતે તપાસ સંભાળી લઈ; પછી એ કેસમાં કોઈ ખોટા આરોપીઓ ફિટ કરીને વાહવાહી મેળવી લેત ! આમાં પોલીસ કમિશ્નર પરમબીરસિંહની પણ જવાબદારી બને. તેમણે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ મૂકેલ છે કે ગૃહમંત્રીએ સચિન વઝે પાસેથી 100 કરોડ રૂપિયા દર મહિને કલેક્ટ કરવા સૂચના આપી હતી ! પગ હેઠે રેલો આવે ત્યારે જ આક્ષેપ કરવાનો? કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારીને; રાજીનામું આપ્યા બાદ; 12 વરસ સુઘી પક્ષની રાજનીતિ કર્યા બાદ ફરી નોકરીમાં લેવાની જરુર શું? ફરી નોકરીમાં લઈને મહત્વની ક્રાઈમ બ્રાન્ચમાં જ મૂકવાની શું જરુર? સાઈડ પોસ્ટિંગમાં કેમ નહીં? નકલી એન્કાઉન્ટરમાં/કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં સસ્પેન્ડ થનાર/જેલમાં જનાર પોલીસ અધિકારીઓને સતત મલાઈદાર પોસ્ટિંગ કેમ આપવામાં આવે છે? શું ગૃહમંત્રીએ સચિન વઝેને વિસ્ફોટક પ્લાન્ટ કરવા કહ્યું હતું?ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના સાચા આરોપી હજુ પકડાયા નથી; પણ ખોટા આરોપીને ફિટ કરી પોલીસે વાહવાહી મેળવેલ ! [7] ફેઈક એન્કાઉન્ટર કે કસ્ટોડિયલ ડેથ એ રાજાશાહી સંસ્કાર છે. આવા તમામ કિસ્સાઓ બંધારણના આર્ટિકલ-21 ના ભંગ સમાન છે. આ આર્ટિકલ કહે છે કે કાયદાથી સ્થાપિત એવી કાર્યવાહી સિવાયની રીતે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકાય નહિ કે તેના શરીરનું સ્વાતંત્ર્ય છીનવી શકાય નહિ.ધારાગૃહ કાયદો ઘડે, પ્રધાનમંડળ કાયદા મુજબ વહીવટ કરે; અને ન્યાયતંત્ર ન્યાય તોળે; એવું સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે; તે જ લોકશાહીનો પાયો છે. બાકી આ બધું એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય તેને રાજાશાહી કહેવાય !

યાદ રહે; બંધારણનો/કાયદાનો/નિયમોનો ભંગ થતો હોય ત્યારે આપણે મૌન રહી શકીએ નહીં. બોલવું જ પડે. આજે કોઈ બીજું છે, કાલે તમે પોતે પણ શિકાર બની શકો છો. કયો રાજકીય પક્ષ સત્તા પર છેતે મહત્ત્વનું નથી; સત્તા પરનો પક્ષ બંધારણમાં/કાયદામાં/નિયમોમાં જે લોકશાહી રીતરસમ લખેલી છે તે મુજબ વર્તે છે કે નહિ; તે અગત્યનું છે ! સત્તાપક્ષની પોલીસતંત્રમાં દખલગીરી અને નાગરિક સભાનતાના અભાવના કારણે સચિન વઝે જેવા કિસ્સા બને છે ! એન્કાઉન્ટર કરનાર સુપરકોપને બિરદાવવાનું બંધ કરીએ તો સમાજની મોટી સેવા કરી કહેવાય,

આ સમગ્ર અહેવાલનો સાર એ છે કે આગળ વધવા માટે પોલીસ અધિકારીઓ કેવી કેવી ચાપલુસી અને આંતરિક પોલીટીક્સ ખેલતા હોય છે. પોલીસ અધિકારીઓ જયારે રાજકીય  આકાઓ સામે સરણે થઇ જાય છે ત્યારે સમાજની અધોગતિ થાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જેને રક્ષણ કરવું જોઈએ એ જ રક્ષક અંગત સ્વાર્થ ખાતર આવું કરે ત્યારે સમાજ શું આશા રાખી  શકે આવા અધિકારીઓ પાસેથી ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here