જામનગર : આખરે બાયો ડીઝલનું કૌભાંડ ઝડપાયું ખરું, ૧૭૫૩ લીટર જથ્થો પકડાયો, કોણ છે આરોપીઓ ?

0
799

જામનગર : જામનગર જીલ્લામાં લાંબા સમયથી જે રેકેટની ફરિયાદો વ્યાપક બની હતી તે પ્રકરણ આખરે પોલીસ દફતર સુધી પહોચી ગયું છે. જોડિયા તાલુકાના ખીરી ગામે ચાલતા બાયો ડીજલના ગેર કાયદેસરના વેચાણ પર તંત્રએ તવાઈ નોતરી ૧૭૦૦ ઉપરાંત લીટરના જથ્થને પકડી પાડ્યો છે.

જામનગર જીલ્લાના જોડિયા પંથકના ખીરી ગામે ગામે આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીઝના વંડામાં જયેશગીરી ગોસ્વામી અને ઇકબાલ મામદ સમેજા નામના સખ્સો ગેરકાયદે બાયો ડિજલનું વેચાણ કરતા હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી જેના આધારે એસઓજી પોલીસે એકજીક્યુટીવ મેજીસ્ટ્રેટની ટીમને સાથે રાખી દરોડો પાડ્યો હતો જેમાં ૧,૦૫,૧૮૦ રૂપિયાના કિંમતનો ૧૭૫૩ લીટર જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાના કોઈ બીલ નહી  મળતા પોલીસે જથ્થો સીલ કરી નમુનો લીધો હતો. આ પ્રકરણ અંગે જોડિયા મામલતદાર કચેરીએ આગળની કાર્યવાહી  હાથ ધરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here