જામનગર : કોલસાના વૃદ્ધ વેપારી સાથે વેપાર કરી ત્રણ શખ્સોએ લાખોની છેતરપિંડી આચારી

0
362

જામનગર : જામનગરમાં કોલસાના એક વૃદ્ધ વેપારી સાથે ત્રણ શખ્સોએ વેપાર કરી, કોલસો ખરીદી રૂપિયા સાડા સત્યાવીસ લાખની રકમ ભરપાઈ ન કરી છેતરપિંડી આચારી હોવાની પોલોસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.

જામનગરમાં ઇન્દીરા માર્ગ રોઝી પંપથી આગળ ગુજરાત ઇન્ઙ કોલ એન્ડ કોક ટ્રેડર્સ નામની પેઢી ધરાવતાત્રીભોવનભાઇ દામજીભાઇ નડીયાપરા જાતે વૈષ્ણવ ઉવ-૮૦ નામના વૃદ્ધ વેપારી સાથે સંદીપ ગજજર, હર્ષીલ દોઢીયા અને નલીન ચૌહાણ નામના શખ્સોએ તા.૧૦/૦૬/૨૦૨૦થી ૨૫/૦૭/૨૦૨૦ના ગાળા દરમિયાન કોલસાનો વેપાર કર્યો હતો.શરૂઆતમાં આ ત્રણેય શખ્સોએ પેમેન્ટ અને વેપાર સારી રીતે કર્યો હતો ત્યારબાદ ત્રણેય શખ્સોની દાનત ખરાબ થઈ હતી. ૮૦ વર્ષની વયના વૃધ્ધ હોય તથા પોતે એકલા રહેતા હોય અને પોતાનો કોલસાનો હોલસેલનો ધંધો ચલાવતા હોય જેથી આ કામના આરોપી હર્ષીલ દોઢીયા એ પ્લાનીંગ કરી આરોપી સંદીપ ગજજરના નામની આર.કે.એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી બેંકમાં ચાલુ ખાતુ ખોલાવી જી.એસ.ટી. નંબર તથા સીમ કાર્ડ મેળવી આરોપી નલીન ચૌહાણ એ જુન ૨૦૨૦ થી ખરીદી ચાલુ કરી શરૂમાં તેના નાણા ચુકવી, ફરીયાદીનો વીશ્વાસ કેળવી એક માસની શાખ મેળવી તા. ૨૩/૦૭/૨૦૨૦ થી તા. ૨૧/૦૮/૨૦૨૦ સુંધીમાં કુલ પંદર વખત કોલસાની ખરીદી કરી તેની સામે પંદર ચેક આપી કુલ રકમ રૂ. ૨૭,૭૫,૬૫૫ની રકમના ચેક ફરીયાદીએ બેંકમાં નાખતા ફંડ ના હોવાને લીધે રીર્ટન થયો હતો. ત્રણેય આરોપીઓએ વૃદ્ધડના રૂપિયા નહીં ચૂકવી ગુનાહીત કાવત્રુ રચી  કરી છેતરપિંડી આચારી હતી. આ ફરિયાદના આધારે સીટી બી ડિવિઝન પોલીસના   પો.સબ.ઇન્સ  કે.સી.વાધેલાએ તાપસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here