જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં આર આર સેલ પોલીસે દરોડો પાડી એક સખ્સની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સવા લાખની રોકડ સહિત રૂપિયા ૭.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેંજ પોલીસના મોટા દરોડાના પગલે સ્થાનિક પોલીસ અધિકારી અને બીટ જમાદાર સહિતના સામે કડક કાર્યવાહી થવાના સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રેંજ પોલીસે જામજોધપુર પંથકમાં દરોડો પાડી જુગારધામ પકડી પાડયા બાદ સ્થાનીક પોલીસ કર્મીઓ સામે સસ્પેન્સન સહીતના પગલા ભરવામાં આવ્યા હતા ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવળિયા ગામે એક વાડીમાં ચાલતા જુગારધામ પર ગઈ કાલે આરઆર સેલ પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં વાડી માલિક ગીરધરભાઇ ઉફૅ ગીધાભાઇ માલદેભાઇ નંદાણીયા જાતે આહીર ઉ.વ ૫૦ રહે ભાણવડ બંસી કૈલાશનગર શીવમ પાકૅ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા તેમજ રમેશભાઇ જેશાભાઇ ભાટુ જાતે આહીર ઉ.વ ૪૨ રહે ચોખંડા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા, વિક્રમભાઇ મોતીભા જાડેજા જાતે દરબાર ઉ.વ ૩૯ રહે સેવક ધુણીયા તા.લાલપુર જી.જામનગર, હરદાસભાઇ ખીમભાઇ ગોજીયા જાતે આહીર ઉ.વ ૪૨ રહે ચોખંડા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા, દીનેશભાઇ ગગાભાઇ ગાગીયા જાતે આહીર ઉ.વ ૪૫ રહે લાલપુર તા.લાલપુર જી.જામનગર, ઇરફાનભાઇ ઇકબાલભાઇ રૂંજા જાતે મુસ્લીમ ઉ.વ ૩૨ રહે ભાણવડ જી.દેવભુમી દ્રારકા નામના સખ્સોને તીન પતિનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર રમતા સખ્સોના કબ્જામાંથી રૂપિયા ૧૨૭૫૦૦ની રોકડ, ૧૬ હજારના પાંચ મોબાઈલ ફોન, છ લાખની બે કાર, સહીત રૂપિયા ૭૪૩૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રેંજ પોલીસના દરોડાને પગલે સ્થાનીક પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ અધિકારી સહીત બીટ જમાદાર સામે કડક કાર્યવાહીની નોબત વાગી રહી હોવાનું પોલીસ બેડામાંથી જાણવા મળ્યું છે. ત્યારે આગામી સમયમાં એસપી જોશી કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.