જામનગર અપડેટ્સ : જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામેથી એલસીબી પોલીસે એક પિસ્તોલ સાથે કુખ્યાત શખ્સને પકડી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર ધ્રોલમાં ૬ માસ પૂર્વે હત્યાનો ભોગ બનેલ દિવ્યરાજસિંહ અને અન્ય એક શખ્સ પાસેથી ખરીદ્યું હોવાની પ્રાથમિક કબૂલાત કરી છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે એલસીબી પોલીસે આજે દરોડો પાડી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કેશુભા સોઢા રે. જોડિયા, દલનો વાસ વાળા શખ્સને લાઇસન્સ પરવાના વગરની પિસ્તોલ સાથે પકડી પાડ્યો હતો. રૂ.૨૫૦૦૦ની કિંમતનો હથિયારનો કબ્જો લઈ પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ હથિયાર ધ્રોલમાં ગાયત્રી પ્લોટમાં રહેતા કાદર ઉર્ફે ઓઢિયો જુમા જુણેજા અને છ માસ પૂર્વે હત્યાનો ભોગ બનેલ દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાદુવિરસિંહ જાડેજા નામના ધ્રોલના શખ્સ પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.