રાજકોટ : બૉમ્બ પ્લાન્ટ કરાયો છે..જોતજોતામાં દોડધામ મચી ગઈ, અંતે નીકળ્યું કોથળામાંથી બિલાડું

0
733

જામનગર :રાજકોટ ગાંધીગ્રામ પોલીસ ચોકી પાસે આવેલ મંદિર નજીક ત્યારે અફરાતફરી મચી ગઇ જ્યારે એલ્યુમિનિયમની નાની બોટલ સિલિંગ કરેલી મળી આવી હતી. પેટ્રોલ બૉમ્બ…પેટ્રોલ બૉમ્બની વહેતી થયેલ અફવાઓ પગલે દોડધામ મચી ગઇ હતી. પરંતુ સ્થળ પર પહોંચેલ બૉમ્બ ડિપોઝલ ટિમ અને પોલીસની તહેકીકાતમાં ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર જેવો તાલ સર્જાયો હતો.

આજે રાજકોટ શહેરની રંગીલી સાંજ ધીરે ધીરે રાત્રી બનવા જઇ રહી હતી ત્યાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલ મંદિર પાસે કોલાહલ વધવા લાગ્યો હતો. કંઈક અજુગતી અને સિલ મારેલ એલ્યુમિનિયમની પાતળી બોટલ રેઢી મળી આવતા જોતજોતામાં અફવાઓનું બજાર ગરમ થઇ ગયુ હતું. બૉમ્બ પ્લાન્ટ કરાયો છે એવી અફવાને પગલે અફરાતફરી મચી ગઇ હતી. જેને લઈને ગાંધીગ્રામ પોલીસ દફ્તરનો સ્ટાફ બૉમ્બ ડિપોઝલ સ્ક્વોડ સાથે દોડી ગયો હતો. જો કે પોલીસ અને બીડીએસની તપાસમાં પેટ્રોલ પમ્પ દ્વારા લેવામાં આવતું પેટ્રોલનું સેમ્પલ નીકળતા હાશકારો થયો હતો. પોલીસે અપીલ કરી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here