કોરોનામાં બઢતીની ગિફ્ટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના 103 પોલીસકર્મીઓના ઘરે લાપસીના આંધણ

0
772

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ફરજ બજાવતા 103 પોલીસ કર્મીઓને બઢતી આપી જે તે જગ્યાએ જ નિમણૂક ઓર્ડર કર્યા છે. જેને લઈને લાભાર્થી પોલીસ પરિવારમાં ખુશીનું મોજું પ્રસરી ગયું છે. જુના પગાર ધોરણમાંથી નવ પગાર ધોરણમાં સમાવેશ પામેલ 103 કર્મીઓને જે તે સ્થળે જ યથાવત રાખવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા 38 અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. 38 કર્મીઓને હવેથી 21700-69100 પે સ્કેલનો લાભ મળશે. જેની નમાવલી નીચે મુજબ છે.

જ્યારે આર્મડ હેડ કોન્સ્ટેબલને સિનિયોરિટી પ્રમાણે પે સ્કેલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 13 જવાનોનો સમાવેશ કરાયો છે. હવેથી તેઓને રૂપિયા 25500-81100માં સમાવેશ પામશે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

જયારે અનાર્મ હેડ કોન્સ્ટેબલમાંથી 22 જવાનોને એ એસ આઈ ના પ્રમોશન અપાયા છે. જેઓને હવે નવા પે સ્કેલ મુજબ રૂપિયા 25500-81100 મુજબ પગાર ધોરણ મળશે.જેની યાદી નીચે મુજબ છે.

જ્યારે 30 આર્મડ પોલીસ કોન્સ્ટેબલને આર્મડ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ વર્ગમાં બઢતી પામેલ કર્મચારીને હવે રૂપિયા 22700-690100 પે સ્કેલ મળશે. જેની યાદી નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here