વેક્સીનેશન : આજથી ત્રણ દિવસ સુધી આ વયજૂથને નહિ અપાય રસી, બંને ડોઝ વચ્ચે સમય બદલાયો

0
336

જામનગર અપડેટ્સ : જામનગરમાં હાલમાં રગડ-ધગડ ગતિએ ચાલતા વેક્સીનેશન કાર્યક્રમમાં વિક્ષેપ ઉભો થયો છે. એક  બાજુ મહાનગરપાલિકાએ ઈદને લઈને એક દિવસ સુધી વેક્સીનેસન બંધ રાખવા યાદી બહાર પાડી છે તો બીજી  તરફ કેન્દ્ર સરકારની નવું ગાઈડલાઈન મુજબ આગામી ત્રણ દિવસ સુધી ૪૫ ઉપરની વ્ય જૂથ વાળા નાગરિકો માટે વેક્સીનેશન બંધ રાખવામાં આવ્યું છે. જયારે પ્રથમ ડોજ બાદ ૧૦ થી ૧૨ સપ્તાહના અંતરે બીજા ડોજની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે.

ગઈ કાલે મહાનગરઓપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી હતી કે આવતીકાલે એટલે કે શુકવારે ઈદની જાહેર રજાને લઈને ૪૫ વર્ષથી ઉપરના વયજૂથના નાગરિકો માટે એક દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું  છે. આ યાદી બહાર પડ્યા બાદ માહિતી ખાતેએ કેન્દ્ર સરકારની બદલાયેલ ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં આગામી ત્રણ દિવસ સુધી ૪૫થી વધુ વય જૂથ ધરાવતા નાગરિકો માટે રસીકરણ પ્રક્રિયા મૌકુફ રાખવામાં આવી હોવાનું જણાવાયું  છે. ઉપરાંત ૧૮થી ૪૫ વય જૂથના નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એસ એમ એસ મળ્યો છે તેઓને આ ત્રણ દિવસ સુધી રસીકરણ કરવામાં આવશે. તેમજ આગામી તા. ૧૭ મે થી ૪૫ વર્ષથી  ઉપરની વયજૂથના નાગરીકો માટે રસીકરણ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય અનુસાર નવી ગાઈડલાઈન મુજબ આગામી સમયથી કોવીશિલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો  હવેથી ૧૨ થી ૧૬ અઠવાડિયાનો કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકાને પગલે વિકસીનેશન કાર્યક્રમને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here