આફત : સોમવારે બપોર બાદ હાલારનાં દરિયા કિનારે વાવાજોડાનો સ્પર્સ, જામનગરમાં કન્ટ્રોલરૂમ શરૂ

0
1409

જામનગર અપડેટ્સ : કેરળ નજીકના અરબી સમુદ્રમાં રચાતું ચક્રવાત આગામી તારીખ 17મીના રોજ સૌરાષ્ટ્રના હાલરના સીમાળાઓને સ્પર્સ કરશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલની દિશા પ્રમાણે આ આગાહી કરવામાં આવી છે. વાવાજોડાની સ્થિતિને લઈને જામનગર મહાનગરપાલિકાએ કન્ટ્રોલરુમ પણ શરૂ કર્યો છે.

છેલ્લા પખવાડિયાથી જામનગર સહીત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો છે. જામનગર જીલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર-જામનગર પંથકમાં ગત સપ્તાહે પડેલા વરસાદે રવિ પાકને નુકસાની પહોચાડી છે. હજુ પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં આ માહોલ યથાવત છે ત્યાં સૌરાષ્ટ્રના સાગર કિનારે વાવાઝોડાના ખતરાએ ચિંતામાં વધારો કર્યો છે. જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના ગ્રામીણ મોસમ વિભાગ દ્વારા કરાયેલ સંભાવના મુજબ કેરળ આસપાસના અરબી સમુદ્રમાં આગામી તા.૧૪ મેના રોજ લો પ્રેશર ઉદભવશે જે બીજા દિવસે ડીપ્રેસનમાં તબદીલ થઇ જશે, આ ડીપ્રેસનના પરિણામે સૌરાષ્ટ્રના સાગરકિનારા પરથી તા. ૧૭ થી ૧૯ દરમિયાન વાવાજોડું ફૂકવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હાલની સ્થિતિ મુજબ હવે તા. 17મીના રોજ ગુજરાતના સાગર કિનારાને સ્પર્સ કરે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વામાન વિભાગની આગાહી સચોટ સાબિત થાય તો તા. 17મીના રાત્રે એક વાગ્યા બાદ સૌરાષ્ટ્ના સાગર કિનારાને સ્પર્સ કરશે. જે ભાવનગર, અમરેલી, ગિરસોમનાથ, પોરબંદર જિલ્લાના સાગર કિનારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કિનારા પર તેજ પવન ફુકાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે હાલાર સહિત સૌરાષ્ટ્રની જમીની સીમામાં આ વાવજોડું અંદર પ્રવેશ નહિ કરે એવી આગાહીને લઈને થોડી રાહત અનુંભવાઈ છે. આવી સ્થિતિને લઈને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ફાયર શાખાને કુદરતી આફતના કન્ટ્રોલ રૂમમાં ફેરવી નાખ્યો છે. સાગર કિનારાના નાગરિકોને આપાતકાલીન સ્થિતિ માં 101, 0288 2672208, 9099112101, 9099824101 નમ્બર પર મદદ માંગવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here