ઓખા : આ બાપને સમાજ ક્યારેય માફ ન કરી શકે, પાલક પુત્રી સાથે કર્યું આવું કૃત્ય

0
927

જામનગર : સમાજમાં અનેક માતા-પિતા પુત્ર અને ભાઈ-બહેનના સબંધને લાંછન લગાવતા અનેક બનાવો બની ગયા છે ત્યારે ઓખા મંડળથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સભ્ય સમાજ ક્યારેય માફ ન કરી શકે, પાલક પિતાએ આઠ વર્ષની માસુમ પુત્રી સાથે જે નગ્નતાનો ખેલ ખેલી કષ્ટદાઈ કૃત્ય કર્યું છે જે સમાજ માટે કલંક રૂપ છે. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

વર્તમાન સમયમાં એવા કેટલાય પાલક  પિતાઓ છે જે પોતાના સંતાનો સાથે સીધો લોહીનો સંબંધ ધરાવતા નથી છતાં એક આદર્શ પિતા તરીકેની જવાબદારી સુપેરે નિભાવે છે. ત્યારે આ પવિત્ર સબંધને લાંછન લગાવતો બનાવ સામે આવ્યો છે ઓખામંડળથી, ઘટના ઘટી છે ઓખા શહેરની, જયા એક ચોક્કસ સ્થળે મૂળ પાટણ જીલ્લાના ચાણસમા તાલુકાના નરાધમ સખ્સે પાલક પિતા તરીકે એક પુત્રીની દેખભાળ કરવાની જવાબદારી લીધી હતી પરંતુ આ સખ્સમાં એક પિતા નહી પણ રાક્ષસ સવાર થઇ જશે એમ ક્યાં એ બિચારી માસુમ બાળકીને ખબર હતી. ગઈ કાલે આ સખ્સ બાળકીને એક અવાવરૂ મકાનમાં લઇ ગયો અને બાળકીને નગ્ન કરી, શરીરે હાથ ફેરવી, પગના ભાગે લાકડી વડે મુંઢ માર મારી, અધમતા તો ત્યારે સામે આવી જયારે આ નાલાયક પાલક પિતાએ તેણીના ગુપ્ત ભાગે ધારદાર બ્લેડથી ઈજા પહોચાડી દુષ્કર્મ ગુજાર્યું હતું. બિચારી, લાચાર બાળકીએ કેવી યાતના ભોગવી હશે એ વિચાર સુધ્ધા કરતા જ રૂવાંટા ઉભા થઇ જાય છે. છેલ્લે આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી હતી. આ બાબતે કણકણસતી બાળકી ભિક્ષુકવૃતિ કરતા એક મહિલા સુધી પહોચી અને તેણે સઘળી વાત કરતા મામલો પોલીસ સુધી પહોચ્યો હતો પોલીસે બાળકીનો કબજો સંભાળી, દવાખાને ખસેડી આરોપી પાલક પિતા સામેં દુષ્કર્મ અને યાતનાઓ આચરવા સબબ ફરિયાદ નોંધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here