જામનગર : પિતાએ રૂમમાં જોયું તો, બાર વર્ષની પુત્રીનો મૃતદેહ લટકતો હતો

0
838

જામગનર : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એક નેપાળી પરિવારની માત્ર બાર વર્ષની પ્રગતી પાર્ક શ્લોક બિલ્ડીંગમાં રહેતા એક નેપાળી પરિવારની બાર વર્ષની બાળાનું ગળાફાસાથી મૃત્યુ નીપજ્યું છે. જો આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો એ સ્પષ્ટ થયું નથી. પીએમ રીપોર્ટ બાદ સમગ્ર હકીકતો સામે આવશે.

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પ્રગતી પાર્કમાં રહેતી પૂજા કમલભાઈ સોની ઉવ ૧૨ નામની બાળાનો મૃતદેહ તેમના જ રૂમમાં લોખંડના સળિયા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવ્યા બાદ સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહ કબ્જે કર્યો હતો. માત્ર બાર વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુને લઈને સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી. એએસઆઈ ધારા જોશીના જણાવ્યા અનુસાર હાલ તો બનાવ અકસ્માતનો લાગે છે પરંતુ પીએમ રીપોર્ટ બાદ જ સ્પષ્ટ થઇ શકે, છેલા સાત વરસથી નેપાળી પરિવાર અહી જામનગરમાં વસવાટ કરી રહ્યો છે અને ચોકીદારી કરતા કમલભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોવાનું અને સૌથી મોટી પુત્રી મૃતક હોવાનું એએસઆઈ જોશીએ જણાવ્યું હતું. ધોરણ છ માં અભ્યાસ કરતી બાળાના મૃત્યુને લઈને હાલ શહેરમાં પણ શોકનું મોજું પ્રશરી ગયું છે. પોલીસે મૃતકનો કબજો સંભાળી ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યો છે. જ્યાં પીએમ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here