ઓખા: યુવાનના હાથ-પગ બાંધી, માર મારી હત્યા નીપજાવવાનો પ્રયાસ

0
684

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના રાંગાસર ગામે બે દિવસ પૂર્વે રાત્રે બે પિતરાઈ બંધુ સહિત ત્રણ શખ્સો પર પાંચ શખ્સોએ હુમલો કરી બે પિતરાઈ બંધુને અત્યારે જવાનો પ્રયાસ કર્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુખ ને લઈને આરોપીઓએ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ઓખામંડળના મીઠાપુર પોલીસ દફતર હસ્તકના રાંગાસર ગામે ગત તા. પાંચમી ના રોજ રાત્રે આઠેક વાગ્યાના સુમારે ડાડુ સુમણીયા અને તેના કાકાના દિકરા વરજાંગભાઇ તથા ભરતભા જખરાભા મોટરસાયકલ લઈ પોતાના ખેતરે જતા હતા ત્યારે લાલુભા સાજાભા સુમણીયા, માલાભા સાજાભા સુમણીયા, નથુભા સાજાભા સુમણીયા, રાજેશ માલાભા સુમણીયા, કિશન માણેક રે.-વસઇ ગામ તા.દ્વારકા તથા અન્ય અજાણ્યા બે થી ત્રણ અજાણ્યા સખ્સો પાંચ તેમજ અન્ય બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ દીધા હતા. આ તમામ શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે આડેધડ મારી કર્યો હતો જેમાં દાદુભા ના બંને પગ ગોઠણ ના નીચે ના ભાગે માર મારતાં બંને પગમાં ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી દરમિયાન બે યુવાનને છોડાવવા વચ્ચે પડેલ તેમના પિતરાઈ ભાઈ ભરતભાઈ અને આરોપી એ જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી પેટના ભાગે મારવા જતા તેઓએ ખરી હાથમાં પકડી લીધી હતી અને છોડાવી લીધી હતી ત્યારબાદ નો બીજો ઘા ગળાના ભાગે મારતા ગરદનના ઉપરના ભાગે જીવલેણ ઇજા પહોંચી હતી.

આટલું ઓછું હોય તેમ આરોપીઓએ ભરતભાઈને પકડીને હાથ પગ બાંધી દઈ મારી નાખવાના ઇરાદે આડેધડ માર માર્યો હતો દરમિયાન વરજાંગ ગુફાએ તમને છોડી દેવા આજે કરતા અન્ય અજાણ્યા આરોપીઓએ ઢીકાપાટુનો મારમારી ધોકા પાઈપો અને પથ્થર વડે મોટર સાયકલમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી ગયા બાદ ત્રણ યુવાનોએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ બનાવ અંગે ડાડુભાએ ઉપરોક્ત તમામ શખ્સો સામે જાનથી મારી નાખવા તેમજ રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધાવ્યો હતો. આ બનાવનું કારણ એ છે કે પાડલી ગામની સરપંચની ચૂંટણીમાં ભોગ ગ્રસ્ત યુવાનોના પરિવારે દરબારો તરફ પ્રચાર કર્યો હતો. આ બાબતને મનદુઃખને લઇને હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here