જામનગર: જેલમાં કેદીઓ વિફર્યા, જેલ સિપાઈને આડે ફરી ગયા પછી..

0
775

જામનગર જિલ્લા જેલમાં ફરી વિવાદમાં આવી છે કેદીઓ અને કર્મચારીઓ વચ્ચે વારંવાર થતી પણ તો સામે આવતી રહી છે ત્યારે ગઈકાલે વધુ એક વખત જેલકર્મી અને કેદીઓ સામસામે આવી ગયા હતા એક કેદીએ અન્ય યાર્ડમાં જવાનો પ્રયાસ કરતા તેને રોકવા માટે જેલ કર્મીએ પ્રયાસો કર્યા હતા પરંતુ અન્ય કેદીઓએ યાર્ડનો દરવાજો બંધ થાય તે રીતે પકડી રાખી ફરજ માં રુકાવટ કરી હતી.


પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની બાબત હોય કે પછી જેલ અંદર કેદીઓ કેદીઓ વચ્ચે અથડામણ હોય, કે પછી કેદીઓ અને જેલ કર્મીઓ વચ્ચે નો ડખો હોય, જામનગર જિલ્લા જેલ આ તમામ બાબતે વિવાદમાં રહી છે. ત્યારે વધુ એક વખત જેલ કર્મચારી અને કેદીઓ વચ્ચે થયેલી ઘટના અંગે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની વિગત મુજબ જેલ સિપાઇ તરીકે ફરજ ફરજ બજાવતા ધર્મદિપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના સુમારે પોતાની ફરજ પર હતા ત્યારે એક કેદીએ અન્ય યાર્ડમાં જવાનો પ્રયાસ કર્યો હતો. રસુલભાઈ મકવાણા નામના કેદીએ યાર્ડ નંબર ૪ માંથી છ માં જવાનો પ્રયાસ કરતા તેને જેલ સિપાઈ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેને લઇને ઉશ્કેરાઈ ગયેલા કેદીએ જેલ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દરમિયાન મામલો ઉગ્ર બનતા હનીફ રસુલ મકવાણા, કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા, શબીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી, સોહીલ મહમદભાઇ પારેખ, જાફર સીદીકભાઇ જુણેજા, ઉબેદ અબ્દુલભાઇ કોરડીયા, જહાંગીર યુસુફભાઇ ખફી, અબાર ઉર્ફે કારીયો હુશેનભાઇ સફિયા, અસલમ હુશેનભાઇ સફિયા, મુસ્તાક હોથીભાઇ ખફી, એઝાજ દાઉદભાઇ સફિયા, સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદભાઇ છરૈયા, એઝાઝ ઉર્ફે ચકલી કદરભાઇ શેખ અને અશરફ ઇલ્યાસભાઇ સાયચા નામના કેદીઓ આવી ગયા હતા અને જેલ કર્મચારી ની ફરજમાં રૂકાવટ કરી હતી.

આ તમામ કેદીઓ એ યાર્ડનો દરવાજો બંધ ન થાય તે રીતે પકડી રાખી અને દરવાજો બંધ ન થાય તેવા પ્રયત્ન કરી જ કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી.આ બનાવ અંગે જેલ સિપાઈ દ્વારા તમામ કેદીઓ સામે સીટી-એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઈ નોયડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here