જોડિયા: આજી નદીમાં ચાલતા બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ

પોલીસે સુરતના રેતીની લીઝ ધરાવતા શખ્સના કબજામાંથી 2600 લીટર બાયો ડિઝલનો જથ્થો જપ્ત કર્યો, આરોપી હાજર નહીં મળતા ફરાર દર્શાવાયો

0
742

જોડિયા તાલુકાના રણજીતપર અને બાલંભા ગામ ની સીમ વિસ્તારમાં આવેલ આજી નદીના પટમાં એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી રૂપિયા એક લાખ 82 હજારની કિંમતનો બાયોડિઝલનો ગેરકાયદેસર નો જથ્થો પકડી પાડયો છે એસઓજી પોલીસે સુરતના લીજ ધારક સામે જોડીયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીત પર અને બાલંભા ગામના સીમ વિસ્તારમાં આવેલ આજી નદીમાં એક લિઝ ધારક પાસ પરમીટ વગર બાયો ડિઝલનો જથ્થો સંગ્રહ બેઠો હોવાની એસ.ઓ.જી પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં રૂ ૧૮૨૦૦૦ ની કિંમતનો બાયોડિઝલનો 2600 લીટરનો જથ્થો મળી આવ્યો હતો, એસઓજી પોલીસ દફ્તરના રાજેશ મકવાણાએ આરોપી સામે જોડિયા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૨૭૮, ૨૮૫ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનીયમ ધારાની કલમ ૩, ૭ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં સુરતના પ્રદીપ સોનીએ પોતાની બાલંભા તથા રણજીતપર ગામની સીમમાં આજી નદીના કાંઠે આવેલ રેતીની લીઝ વાળી જગ્યાએથી પાણી માંથી રેતી કાઢવા માટે રાખેલ બાઝ તથા હુડકામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભેળસેળ યુક્ત બાયો ડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે વાપરવા માટે તેનો ઉપયોગ કરી, કરાવડાવી પેટ્રોલીયમ અને પ્રાક્રુતિક ગેસ મંત્રાલય નવી દિલ્લીના તા.૩૦/૦૪/૨૦૧૯ ભારત રાજયપત્રમાં પ્રસિધ્ધ કરેલ નોટીફિકેશન મુજબ અનઅધિકૃત રીતે રાખી સરકારના ધારાધોરણ કે મંજુરી વગર પોતાના કબ્જામાં રાખી ઉપયોગ કરી વાતાવરણ પ્રદુષીત કરી, ફાયર સેફ્ટીના સાધનો વગર ભેળસેળ યુક્ત બાયો ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી આશરે કુલ ૨૬૦૦ લીટર આશરે રૂપિયા ૧,૮૨,૦૦૦ જથ્થો રાખી ગંભીર બેદરકારી દાખવી ગુનો આચાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here