જામનગર: ભરતી પ્રક્રિયામાં ગોબાચારી, મહિલા સહિત બે હોમગાર્ડસ સસ્પેન્ડ

0
468

જામનગરમાં ભરતી પ્રક્રિયામાં બોગસ પ્રમાણપત્રોનો ઉપયોગ કરનાર એક મહિલા સહીત બે સખ્સોને હોમગાર્ડ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે.

હોમગાર્ડ દિવસની ઉજવણી સમયની જામનગરની તસ્વીર


જામનગરમાં અગાઉ કરવામાં આવેલ એક્સ આર્મીમેન, રિટાયર્ડ હોમગાર્ડઝ, વિગેરેની જીઆઇએસએફમાં ભરતીના અનુસંધાને અમુક વ્યક્તિઓ હોમગાર્ડઝના બોગસ પ્રમાણપત્રો બનાવીને રજુ કરવામાં આવ્યા હોવાની ફરિયાદો સામે આવી હતી. જેની ખરાઇ જામનગર જિલ્લા કચેરીમાં કરવા માટે મોકલવામાં આવેલ હતી. જેથી જિલ્લા કમાન્ડન્ટ દ્વારા તપાસ માટે સ્ટાફ ઓફીસર લીગલ ગીરેશ સરવૈયાને પ્રકરણ સોપેલ હતું. અને તેની તપાસ દરમ્યાન મોટાભાગના જ વ્યક્તિઓ હોમગાર્ડઝમાં કયારેય ન હોવાં છતાં પણ હોમગાર્ડઝના નામના બોગસ પ્રમાણપત્રો બનાવેલ હતાં.

જેમાંથી બે સભ્યો હોમગાર્ડઝમાં ફરજ બજાવતા હોવા છતાં આવા બોગસ પ્રમાણપત્રો બનાવેલ હતા. જેને લઈને તપાસકર્તા સરવૈયા દ્વારા રિપોર્ટ તૈયાર કરીને વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ હતો. જેથી વડી કચેરીના માર્ગદર્શન મુજબ બંને હૈમગાર્ડઝ સભ્યો હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને ઉર્મિલાબેન જતિનભાઇ શુક્લને આખરી તક આપવા છતાં બૉગસ પ્રમાણપત્રો બાબતે યોગ્ય ખુલાસો કરેલ ન હતો. તેથી જિલ્લા કમાન્ડન્ટ સુરેશ જે.ભીંડી દ્વારા બંને હોમગાર્ડઝ સભ્યોને દળના હિત ખાતર દળમાંથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here