જામનગરમાં સ્વરૂપવાન પરણિતા ત્રણ દિવસથી ગુમ

0
1422

જામનગરમાં ખેતીવાડી વુલન મીલની બાજુમાં ભાડાના મકાનમાં રહેતી એક પરિણીતા ત્રણ દિવસ પૂર્વે પોતાની બહેનના ઘરે જાઉં છું તેમ કહી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઇ ગઇ હોવાનું સીટી-સી ડિવિઝન પોલીસ દફતરમાં જાહેર થયું છે. દસ ધોરણ 10 સુધી ભણેલા પરિણીતાની ત્રણ દિવસ સુધી શોધખોળ કરતા મળી આવી ન હતી જેને લઇને તેના પતિએ સીટી-સી ડિવિઝન પોલીસમાં પત્ની ગુમ થયાની નોધ લખાવી હતી.

જામનગરમાં એરફોર્સ રોડ પર આવેલ વિસ્તારમાં ખેતીવાડીની સામે ભાડાના મકાનમાં રહેતા દિનેશભાઇ સાગઠિયાએ સીટી-સી ડિવિઝન પોલીસમાં પોતાની 45 વર્ષીય પત્ની સીમાબેન ગુમ થઇ ગઇ હોવાની નોંધ લખવી હતી. ગત તા.૩/૫/૨૨ના રોજ 9:00 આસપાસ પોતાની બહેનના ઘરે જાઉં છું તેમ જણાવીને ઘરેથી નીકળી ગયા બાદ પરિણીતા પરત ફરી ન હતી. મોડી રાત સુધી પરત ન આવતા દિનેશભાઇએ તેની સાળીના ઘર સુધી તપાસ કરાવી હતી પરંતુ ત્યાં તે મળી ન હતી.

સતત ત્રણ દિવસ સુધી સગાસંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ પણ પત્ની ન મળતા આખરે દિનેશભાઇએ પત્ની ગુમ થઇ ગઇ હોવાની પોલીસમાં નોંધ લખાવી છે. મહેંદી કલરની કુર્તિ તથા સફેદ કલરની લેંગ્વેજ પહેરેલ ઘઉંવર્ણી સીમાબેન ગુમ થઈ જતા પોલીસે ગુમ નોંધ લખી છે, ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર મહિલા ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા જાણતી હોવાનું જાહેર કરાયું છે.એક સંતાનની માતા એવી ૪૫ વર્ષીય પરિણીતા પોતાના સંતાનને છોડી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here