રાજકોટ મહાનગર પાલિકાનો અધિકારી લાંચ લેતા પકડાયો

0
610

જામનગર : ચોટીલા પોલીસ દફતરનો એક પોલીસકર્મી લાંચ લેતા પકડાયાના પાંચ દિવસ બાદ રાજકોટ મહાનગર પાલિકાનો સેનેટરી ઇન્સ્પેકટર લાંચ લેતા એસીબીના છટકામાં સપડાઈ ગયો છે. આજે ખુલતી બજારે જ એસીબીની ટીમે વોર્ડ ઓફીસ ખાતે જ ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો છે.

રાજકોટ મહાનગર પાલિકાની વોર્ડ નંબર ૧૬/કની ઓફિસમાં ફરજ બજાવતા સ્વીપરને હાજરી બાબતે સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મૃગેશ આબાદસીહ વસાવાએ ઓન ડ્યુટી ગણવાના અવેજ પેટે રૂપિયા સાત હજારની લાંચ માંગી હતી. થોડી રકજક બાદ સોદો રૂપિયા છ હજારમાં ફાઈનલ થયો હતો. જેને લઈને સ્વીપરે સ્થાનિક એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો જેમાં એસીબીએ આજે વોર્ડ ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું. જેમાં આરોપી સેનેટરી ઇન્સ્પેકટર સ્વીપર પાસેથી રૂપિયા છ હજારની લાંચ લેતા આબાદ પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જાનીના માર્ગદર્શન હેઠળ પીઆઈ સરવૈયા સહિતના સ્ટાફે પાર પાડી હતી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here