જામનગરની ભાગોળે બિલ્ડર પર અજાણ્યા સખ્સોનું ફાયરિગ

0
1163

જામનગર : જામનગરમાં લાલપુર બાયપાસ રોડ પર નવી સોસાયટીના બાંધકામની સાઈટ પર આજે સવારે આહીર અગ્રણી અને બિલ્ડર પર અજાણ્યા સખ્સોએ ફાયરિગ કર્યાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. જો કે આ બનાવમાં બિલ્ડર પર મિસ ફાયર થતા મોટી ઘટના સહેજમાં જ ટળી છે.

જામનગરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક મોટી ઘટનાનો ઉમેરો થયો છે. ગત વર્ષ સત્યમ કોલોની વિસ્તારમાં થયેલ બિલ્ડર લોબી સાથે સંકળાયેલ પ્રોફેસરની કાર પર થયેલ ફાયરીંગ બાદ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજે સવારે લાલપુર બાયપાસ નજીક ખાનગી ફાયરિગની ઘટના સામે આવી છે. જેમાં શહેરના આહીર અગ્રણી અને બિલ્ડર ગીરીશ ડેર પોતાની ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં પોતાની સાઈટ પર હતા ત્યારે વાહનમાં આવેલ અજાણ્યા સખ્સોએ બિલ્ડર પર ફાયરિગ કર્યું હતું જો કે આરોપીઓએ કરેલ ફાયરીંગમાં બિલ્ડરને એક પણ ગોળી વાગી નથી. આ ઘટનાને પગલે આરોપીઓ તુરંત નાશી ગયા હતા. આ બનાવના પગલે એલસીબી, એસઓજી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ સખ્સોએ બિલ્ડરને ડરાવવા માટે જ ફાયરીંગ કર્યું છે. જો કે કોણ સખ્સો છે તેનો કોઈ તાગ મળી સક્યો નથી,

બીજી તરફ ગત વર્ષ પ્રોફેસેરની કાર પર જે ફાયરીંગ થયા હતા તે ક્રિષ્નાપાર્ક વાળી જગ્યાને લઈને જ કુખ્યાત જયેશ પટેલના ભાડુતી સખ્સોએ ફાયરીંગ કરાવ્યા હતા. આ ઘટનાના તાર જે તે ઘટના સાથે જોડાયેલ છે કે કેમ ? તે તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હાલ બિલ્ડરનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવા અને આરોપીઓને પકડવા જીલ્લાભરમાં નાકાબંધી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here