રૂઠે રૂઠે સે નીતીન પટેલ ? કહ્યું ‘રામાયણ હોય ત્યાં મંથરા-વિભીષણ હોય જ’ કોની તરફ ઇસારો ?

0
497

જામનગર અપડેટ્સ : આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકેની મહોર વખતે જે ચહેરાનું નામ પ્રથમ પંક્તિમાં બોલાતું હતું તે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સીએમ ન બની શક્ય તે ન જ બની શકયા, કદાચ સીએમ તરીકેના સપના જોયા બાદ પણ પોતાની મનોકામના પૂર્ણ ન થઇ તે ન જ થઇ, છતાં પણ ક્યારેય સીએમની વાતને લઈને ક્યારેય ખુલીને બોલ્યા નથી. પરંતુ   અંતે પોતાની ધીરજને ન રોકી શક્યા પૂર્વ નાયબ મુખ્ય મંત્રી, આજે પોતાની હોમ પીચ પર અડધી પીચે આવી બેટિંગ કરી અને વિરોધીઓ પર કટાક્ષ રૂપે વાર કર્યા હતા.

મંત્રી મંડળમાં પ્રથમ શ્રેણીના તમામ નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. છતાં પણ એક એવો ચહેરો છે જે સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે તે છે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મીડિયા સામે નીતિન પટેલને વારે વારે કહેવું પડી રહ્યું છે કે ભાઈ, હું એકલો પડતો નથી મુકાયો, આખું પ્રધાન મંડળ પડતું મુકાયું છે. આજે નીતીનભાઈએ આવો જ સુર મહેસાણા ખાતે પોતાની હોમ પીચમાં વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે આવા પોઈન્ટ એક તકો કહેવા વાળા સામે મારે કશું લેવા દેવા નથી. પણ ૯૯.૯૯ ટકા લોકો પ્રત્યે હું ધ્યાન આપીશ. રામાયણ હોય ત્યાં મંથરા અને વિભીષણ હોય જ, એવો ઉલ્લેખ્ય કરી ફરી વખત નીતિનભાઈએ વિરોધીઓને કટાક્ષમાં ઠમઠોર્યા હતા. આજે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી તેમના માદરે વતનના પ્રવાશે છે. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ અહીના કાર્યકરો સાથે ખુલ્લા મનથી  વાતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here