જામનગર અપડેટ્સ : કૃષિ મંત્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ બીજા જ દિવસે રાઘવજી પટેલ જામનગર જીલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. આજે જામનગર અને કાલાવડ તાલુકાના ૧૯ ગામડાઓની મુલાકાત લઇ અસરગ્રસ્તોના આશુઓ લૂછ્યા હતા, પૂરગ્રસ્ત સ્થિતિમાં નાગરિકોને આસ્વસ્થ કરવા આવેલ કૃષિ મંત્રીએ પોતાનું સ્વાગત કરવાની સામે થી જ માનબાઈ કરી દઈ સીધા જ નાગરિકોના પ્રશ્નોને વાચા આપી હતી. અનેક ગામડાઓમાં મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરકાર તમારી સાથે જ છે. કુદરતી આફતમાં કોઈને અન્યાય નહિ થાય સરકાર યોગ્ય વળતર ચૂકવવા કામગીરી પણ શરુ કરી ચુકી છે. ખેતી હોય કે ખેતીની જમીન, પશુધનના મોત હોય કે ખરીફ પાકને નુકશાની હોય સરકાર તમામ અસરગ્રસ્તોની મદદ કરશે એવું આશ્વાસન મંત્રીએ આપ્યું હતું.

તમામ જગ્યાએ ગ્રામજનો દ્વારા નવનિયુક્ત કૃષિ મંત્રી રાઘવજી પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. તમે તો નાના લોકોના નેતા, તમેં તો આંતરીયાળ ગામડાઓની આંસ, તમે તો તળિયાના નેતા છો , એવા ગ્રામજનો ના વખાણ સામે અલીયા ગામે રાઘવજીભાઈથી ન રહેવાયું અને આખરે ખુબજ વખાણ કરતા એક ગ્રામજનને પરખાવ્યું પણ ખરું, અત્યારે ખુબ જ સારી સારી વાતો કરો છો, આવું જ વર્તન ચૂંટણી સમયે પણ જા;વો રાખજો અને મારા તરફે મતદાન થાય એ જો જો’ રાઘવજીભાઈનો કાઉન્ટર એટેક થતા જ વાતાવરણમાં હાસ્ય રેલાઈ ગયું, ખુદ કૃષિ મંત્રીથી માંડી તેની આજુબાજુના તમામ નાગરિકોમાં હાસ્યનું મોઝું ફરી વળ્યું હતું.