દ્વારકાધીશને આ વિધિ કરાવાય છે વર્ષે બે વખત, જે આજે કરવામાં આવી

0
586

જામનગર : દેવાધિદેવ ભગવાન દ્વારકાધીસનું મંદિર છેલ્લા અઢી માસ જેટલા સમયથી બંધ છે. કોરોના સંક્રમણને ખાળવા માટે દેશભરના નામી-અનામી ધર્મસ્થાનોને સરકાર દ્વારા જ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે દર પૂનમના દર્શન અને દરરોજ ભગવાન દ્વારીકાધીસની ચડાવવામાં આવતી ધ્વજાજીનું ખુબ મહત્વ છે. છેલા બે મહિનાથી મંદિર બંધ થઇ જતા પૂજા અર્ચન સહિતની આ તમામ વિધિઓ  બંધ બારણે કરવામાં આવે છે. પણ એક વિધિ એવી પણ છે જે વર્ષે બે જ વખત કરવામાં આવે છે. આમ તો કાળીયા ઠાકરને નિયમિત પ્રાત: મંગળા આરતીથી માંડી સ્નાન, ભોગ સહિતની વિધિઓ નિયમિત કરવામાં આવે જ છે. પરતું વર્ષ દરમિયાન એક વિધિ એવી છે જે બે જ વખત કરવામાં આવે છે. જે મુજબ ભગવાનને વર્ષમાં બે જ વખત ખુલ્લા પરદે સ્નાન કરાવવામાં આવે છે. વર્ષે જે દિવસે જ્યેષ્ઠ નક્ષત્ર બેસે છે તે દિવસે ભગવાનને  ખુલ્લા પરદે સ્નાન કરવામાં આવે છે. જેમાં દુગ્ધાભિષેક અને અન્ય અનેક ઔષધીયો વડે પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે. મંદિર બંધ છે પણ આજના ખુલ્લા પરદે થયેલ પ્રભુ સ્નાનની તસ્વીર અહી જોઈ સકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here