અંતિમ પખવાડિયાથી શિક્ષણ કાર્યનો આ રીતે થશે પ્રારંભ…

0
734

ગાંધીનગર : રાજ્યમાં આગામી સમયમાં સરકાર દ્વારા શાળાઓ શરુ કરવાની વિચારણા અંતિમ તબક્કામાં છે ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,  જેમાં આગામી તા. ૮/૬/૨૦૨૦થી રાજયની તમામ  પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૯માં પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરાશે, આ કામગીરી માટે આવશ્યક શિક્ષકોને મુખ્યશિક્ષક-આચાર્યએ જરૂરીયાત મુજબ શાળામાં હાજર રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વિનામૂલ્ય પાઠ્યપુસ્તકો પુરા પાડવામાં આવે છે, તેવા વિદ્યાર્થીઓને તારીખ ૦૮/૦૧/૨oથી તારીખ ૧૩/૦૬/૨૦ સુધીમાં પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા દરેક શાળાએ ગોઠવવાની રહેશે. કેન્દ્ર સરકારના ગૃહવિભાગના જાહેરનામાં અનુસાર તારીખ ૩૦/૬/૨૦૨૦ સુધી વિદ્યાર્થીઓ શાળાએ નહી જાય પરંતુ તેઓને ઘરે જ અભ્યાસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે માટે હોમ લર્નિંગની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. પરંતુ બાળકો શાળાએ નહી આવે, તેમને ઘર બેઠા અભ્યસક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતિઓ મળી રહે તે માટે હોમ લર્નિંગની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. આ માટે સાહિત્ય,ઓનલાઈન એજ્યુકેશન, મોબાઈલના ઉપયોગ દ્વારા, ટેલિવિઝનના માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે જેના માટે આગામી રીખ ૧૫/૬/૨૦૨૦થી ડીડી ગીરનાર ચેનલ પરથી જીએસઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય-મુખ્ય શિક્ષક દ્વારા પ્રસારણનું સમય પત્રક આપવામાં આવશે. ધોરણ ૩ થી ૫ માટે શીક્ષા અભિયાન દ્વારા અને ધોરણ ૬ થી ૮ માટે જીએસઈઆરટી દ્વારા અને ધોરણ ૧૦ અને ૧૨ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓડિયો-વિજ્યુલ લર્નિંગ કોન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે. હોમ લર્નિંગના સમયગાળા દરમિયાન મધ્યાહ્નન ભોજનની વ્યવસ્થા સરકાર કરશે. આમ આગામી સમયથી રાજ્યનું ખોરંભે ચડેલ શિક્ષણ કાર્ય ધબકતું થઇ જવાના સંકેત મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here