લંપટ લીલા : પતિએ ફેસબુકથી યુવતીને ફસાવી બનાવી બીજી પત્ની, પ્રથમ પત્નીએ પડી ખબર, પછી થયું આવું

0
719

જામનગર : વડોદરામાં એક છેલબટાઉ યુવાને પત્ની સાથે બેવફાઈ કરી અન્ય યુવતી સામે પ્રેમ લગ્ન કરી ગર્ભવતી બનાવી દીધા બાદ સમગ્ર પ્રકરણ ઉજાગર થતા સનસનાટી મચી ગઈ છે. યુવાન સામે પોલીસે પ્રથમ પત્ની સાથે બેવફાઈ કરવા બદલ અને અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દાગીના તફડાવી લીધાની ફરિયાદ નોંધી છે. રંગીલા સ્વભાવના યુવાનની હાલત બંને તરફનો સંસાર ભંગ થઇ ગયા જેવી થઇ છે.

સમાજમાં અનૈતિક સબંધો સર્વ વ્યાપી બની ગયા હોય તેમ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના ફ્રેનીલ મેવાડા નામના સખ્સે ફેસબુક પર અમદાવાદની યુવતી સામે મિત્રતા કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી. જો કે યુવતીએ લગ્ન કરવાનું કહેતા યુવાને પ્રેમ લગ્ન પણ કરી નાખ્યા હતા. જો કે આ છેલબટાઉ યુવાન તો પ્રથમથી જ અન્ય સાથે લગ્નગ્રંથીથી જોડાયેલ હતો અને તેને સંતાન પણ હતા. જો કે આ વાત રંગીન મિજાજી પ્રેમીએ તેની બીજી પત્નીને કરી ન હતી. પરંતુ સમય જતા પ્રથમ પત્નીને પતિ પર શંકા ગઈ હતી જેને લઈને તેણીએ તપાસ કરાવી એક દિવસ પોતાના પતિની બીજી પત્ની પાસે પહોચી ગઈ હતી. જ્યાં રંગીન મીઝાજી પતિનો ભાંડો ફૂટી ગયો હતો. આ બનાવને લઈને પોલીસે બંને મહિલાઓની ફરિયાદ નોંધી છે. પ્રથમ પત્નીએ પોતાની સાથે વિસ્વાસઘાત કર્યાની અને બીજી પત્નીએ બે લાખ રૂપિયા પડાવી લઇ દાગીના ગપચાવી જઈ પોતાની સાથે કરેલ બદ કૃત્ય અંગે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ આ પ્રકરણની તપાસ શરુ કરી છે. આ બનાવ સાબિત કરે છે કે સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here