લાલપુર : ‘ટાયગર મેમણે’ પાંચસો રૂપિયા માંગી વૃદ્ધ પર છરી હુલાવી

0
638

જામનગર : જામનગર જીલ્લાના લાલપુર પોલીસ દફતરમાં ટાયગર મેમણ સામે છરીબાજી કર્યાનો ગુનો નોંધાયો છે. જેમાં માત્ર રૂપિયા પાંચસોનાં પાડતા મેમણે છરી વડે હુમલો કરી વૃધને લોહી લુહણ કરી નાખ્યા હતા.

લાલપુરમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરના ચાર થાંભલા પાસે રહેતા હુશૈન ઉર્ફે ટાઇગર મેમણ નામનો સખ્સ કો-ઓપરેટીવ બેંકની સામે રહેતા મનસુખભાઇ ગોવીંદભાઇ વાછાણી  ઉવ.૫૯ નામના ખેડૂત વૃદ્ધના ઘરે આવી ચડ્યો હતો. વૃદ્ધ ખેડૂતે અગાઉ છ-સાત મહીના પહેલા આ સખ્સને રૂપિયા પાંચસો હાથ ઉછીના આપ્યા હતા. આ રૂપિયા હજુ પરત નથી કર્યા ત્યાં આવી ચડેલ આરોપી ટાયગર મેમણે ફરી જુગાર રમવા માટે પૈસા માંગણી કરી હતી જેની સામે વૃદ્ધે નાં પાડતા આરોપી ઉસ્કેરાઈ ગયો હતો અને છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં વૃદ્ધને ગળાથી નીચેના ભાગે તથા છાતીના ઉપરના ભાગે મારી આઠેક જેટલા ટાકા સહિતની ઇજા પહોચાડી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here